શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2016 (14:09 IST)

પાકિસ્તાનના ત્રાસથી ભારતમાં આવેલા શરણાર્થીઓને લાંબા ગાળાના વિસાથી સામાન્ય લોકો જેવી સુવિઘાઓ મળશે

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં હાલ વાંધાજનક અને ત્રસ્ત પરિસ્થિતિ છે. ત્યારે પાકિસ્તાનમાં રહેતા લઘુમતીઓ ત્યાંના ત્રાસથી કંટાળીને બાંગ્લાદેશ અને અફધાનિસ્તાથી લાંબા ગાળાના વિસા લઈને ભારતમાં સ્થાઈ થયાં છે. આ લોકોમાં મુખ્યત્વે હિન્દુ, શીખ ,બુદ્ધિષ્ટ, જૈન, પારસી તેમજ ક્રિશ્ચિયન સમુદાયના લોકો છે. આ લોકોની મુશ્કેલી નિવારવા વર્તમાન ભારત સરકારે વિવિધ સરળતાભર્યા નિર્ણયો કર્યા  છે, જેમાં લોંગ ટર્મ વિઝાની મુદ્દત લંબાવાતાં કચ્છ સહિત ભારતભરમાં વસી રહેલા આવા નાગરિકોને આમ આદમી જેવી સુવિધાઓની સરળતા ઉભી થશે. કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાની એક પ્રેસ યાદીમાં જણાવ્યા પ્રમાણે આવા વિદેશથી આવેલા લોકોને વર્ષે દહાડે એલ.ટી.વી. રીન્યુ કરાવવી પડતી તેના બદલે પાંચ વર્ષની કરાઇ છે, 6 માસના વિઝા એક્સ્ટેન્શન માટેની પોલીસ અધિક્ષકને સત્તા આપવા સાથે નાગરિકતા ધારણ કરવાની કાર્યવાહી કરવાની સતા ગૃહમંત્રાલયે રાજ્યોને આપી છે. તેમણે વડાપ્રધાન અને ગૃહમંત્રાલય પાસે જૂન-2016માં રજૂઆત કરી હતી. જેમાં લોંગ ટર્મ વિઝા પર આવીને વસ્તા લોકોને આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, બેંક એકાઉન્ટ ખોલવા પરમીશન આપવામાં આવે, જેથી તેઓ સામાન્યત આમ આદમી જેવી સુવિધાઓ મેળવી શકે તેમ જણાવ્યું હતું.