ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 30 એપ્રિલ 2015 (15:57 IST)

પાકિસ્તાની બાળકોને ગુજરાત ગમ્યું, પાકિસ્તાન પાછા ફરવાની ના પાડે છે

ભારતમાં ભાંગફોડ કરાવવા માટે આતંકવાદને પ્રોત્સાહન આપી રહેલું પાકિસ્તાન ખોખલું થઇ ગયું છે. દુનિયાના બાકીના રાષ્ટ્રોના નાગરિકો તો ઠીક પરંતુ પાકિસ્તાનના નાગરિકો પણ પોતાના દેશમાં રહેવા માટે રાજી નથી. આ વાતનો સાક્ષીરૂપ બનાવ રાજકોટમાં બન્યો છે. જ્યાં થોડા વખત પહેલા ભારતીય જળસીમામાં માછીમારી કરતા પકડાયેલા માછીમારોની સાથે કેટલાંક બાળકો પણ પકડાયા હતા. કાયદા મુજબ તેમને જેલમાં રાખવાને બદલે બાળસુધાર ગૃહમાં રાખવામાં આવે છે. આવા સાત જેટલા બાળકોને રાજકોટ ખાતેના સુધાર ગૃહમાંથી મુક્ત તો કરાયા પરંતુ હવે તેઓ પોતાના દેશમાં પાછા જવાની ના પાડે છે. તેમને લાગે છે કે પાકિસ્તાન કરતા ભારતમાં રહેવા માટે ખૂબ સાનુકૂળ વાતાવરણ અને માહોલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ લગભગ દોઢ વર્ષ પહેલા ઓખા બંદરે ભારતીય સરહદમાં માછીમારી કરતાં ૩૩ પાકિસ્તાની લોકો પકડાઇ ગયા હતાં. તેમાં ૭ બાળક પણ હતાં. આ સાતેય બાળકને હાલમાં રાજકોટ ખાતે સ્પિેશયલ હોમ ફોર બોયઝમાં રખાયા હતાં. આ બાળકોને મુક્ત કરવાનો હુકમ થતાં તેમને જામનગર પોલીસને સોંપવામાં આવ્યા હતાં. જ્યાં કાયદાકીય કાર્યવાહી પતાવ્યા બાદ સાતેયને વાઘા બોર્ડે મૂકવા જવાની કાર્યવાહી થશે. જોકે દોઢ વર્ષથી બાળસુધાર ગૃહમાં રહેતાં આ બાળકોએ મુક્ત થવા છતાં પોતાના વતન પાકિસ્તાનમાં જવાની જરાપણ ઇચ્છા નહીં હોવાનું જણાવી અહીં જ રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેઓ સુધારગ્ાૃહના કર્મચારીઓથી છૂટા પડતી વખતે રડી પડ્યા હતા. મુક્ત કરાયેલા સાત બાળકમાં મજીદ કાતીયાર, નવાઝ કાતીયાર, સદામ હુશેન મહમદ, ગુલામહુશેન, મહમદયુસુફ ઓસમાણ, અલીહશન અમીન કાતીયાર અને ગુલામ અબ્બાદ મહમદ કાતીયારનો સમાવેશ થાય છે. બાળકોએ જણાવ્યું હતું કે બાળસુધાર ગ્ાૃહમાં તેમનો એટલો બધો પ્રેમ મળ્યો હતો કે તેમને ઘર જેવું લાગતું હતું. તેમણે અહીંયા ઇદ, રમઝાન માસ અને હિંદુ તહેવારોની પણ ખૂબ સારી રીતે ઉજવણી કરી હતી. તેમને પોતાના પરિવારજનોની યાદ પણ આવી નહતી.