ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગાંધીનગર, , સોમવાર, 27 જુલાઈ 2015 (16:52 IST)

પાટનગર ગાંધીનગરના શહેરની રચનાને અનુરૂપ અન્ય વિસ્તારોને તૈયાર કરવા માટે 13.39 કરોડ મંજૂર

રાજ્યના પાટનગર ગાંધીનગરના શહેરની રચનાને અનુરૂપ અન્ય વિસ્તારોને તૈયાર કરવા હવે ગુડા દ્વારા નવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શહેરના જેવા જ મુખ્ય રસ્તાઓ અને આંતરિક રસ્તાઓ તૈયાર કરવા માટે 13.39 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

ગાંધીનગરના બહારના વિસ્તારમાં ગુડા દ્વારા રસ્તાઓના નિર્માણ થકી નવું ગાંધીગર વિકસાવવાની દિશામાં આયોજન હાથ ધરવામાં આવ્યું છે. શહેરની નજીક વાવોલ વિસ્તારમાં ફોરલેન રોડનું નિર્માણ કરવામાં આવશે. જ્યારે ગુડા હસ્તકની અન્ય નગર રચના યોજનાઓમાં પણ નવા આંતરીક રસ્તાઓના કામ મંજૂર કરી દેવામાં આવ્યા છે. વાવોલ વિસ્તારમાં ફોરલેન માર્ગના કામ પાછળ 6.17 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે અન્ય આંતરીક માર્ગોના કામ પાછળ 7.22 કરોડના ખર્ચ નિર્ધારીત કરવામાં છે.

આ ઉપરાંત આ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. લોકોને પીવા માટે નર્મદાના પાણી ઘરે ઘરે પહોંચાડવા, દરેક ઘરને ગટરના જોડાણ આપવા, સ્ટ્રીટ લાઇટ અને રસ્તાના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી નગર રચના યોજનાઓમાં ભવિષ્યિક યોજનાને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા વર્ષો દરમિયાન શહેર બહારના વિસ્તાર કહેવાતા પરંતુ હવે ગાંધીનગર શહેરનો જ એક ભાગ જેવા બની ગયેલા વાવોલ વિસ્તારમાં મુખ્ય રીંગ રોડને ફોરલેન બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
શહેરી વિકાસ સતાંમંડળની અન્ય નગર રચના યોજનાઓના વિસ્તારમાં માર્ગની સુવિધા માટે કરવામાં આવેલા આંતરીક માર્ગોના કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે. આ કામો અંદાજીત એક વર્ષના સમયમાં પુર્ણ થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.