શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 6 જુલાઈ 2015 (14:35 IST)

પાર્કિંગ સમસ્યાને લઈને 281 કોમપ્લેશને નોટીસ

રાજકોટના શહેરીજનોની સુખાકારી માટે ટ્રાફિક નિવારણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મહાપાલિકા તંત્ર અને પોલીસતંત્ર પણ આ ઝુંબેશમાં સહભાગી બન્યા છે અને ‘ટ્રાફિક સમસ્યાઓ તેમજ તેને લગતા નિવારણના અહેવાલોને ખાસ ધ્યાનમાં લઈને મ્યુનિસિપલ કમિશનર તથા પોલીસ કમિશનર દ્વારા તુરંત પગલાં લેવામાં આવી રહ્યા છે. દરમિયાન શહેરીજનોમાંથી એક એવી વ્યાપક ફરિયાદ ઉઠી રહી હતી કે શહેરના અનેક કોમ્પ્લેકસ અને એપાર્ટમેન્ટમાં સેલર પાર્કિંગ ઉપલબ્ધ હોવા છતાં ત્યાં આગળ જતાં મહેમાનો અને મુલાકાતીઓને સેલરમાં પાર્કિંગ કરવા દેવામાં આવતું નથી. આ ઉપરાંત અમુક કોમ્પ્લેકસમાં સેલર છે પરંતુ તેનો પાર્કિંગના બદલે અન્ય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ સમસ્યા ‘મહાપાલિકાના તંત્રના ધ્યાન પર આવતાં મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ આ બાબતને ખાસ ગંભીરતાથી લીધી હતી અને શહેરભરમાં સેલર પાર્કિંગ ધરાવતા હોય તેવા કોમ્પ્લેકસના સર્વેનો આદેશ કરી તમામને નોટિસ ફટકારવા સૂચના આપી હતી જેના ભાગપે તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 281 કોમ્પ્લેકસને પ્રથમ તબકકામાં નોટિસ ફટકારી સેલરનો ઉપયોગ પાર્કિંગ માટે જ થાય તેની તાકિદ કરવામાં આવી છે. આગામી દિવસોમાં હજુ વધુ કોમ્પ્લેકસને સેલરનો પાર્કિંગ માટે ઉપયોગ કરવા નોટિસ ફટકારાય તેવી પ્રબળ શકયતા છે. આ સાથે વિવિધ માર્ગો પરના 281 કોમ્પલેક્ષને નોટિસ અપાઈ છે તેના નામોની વિગતો રજુ છે. નોટિસની સમય મયર્દિા પૂર્ણ થતા સમયમાં જો કોમ્પ્લેકસના એસોસિએશન દ્વારા સેલરનો પાર્કિંગ માટે ઉપયોગ શ કરવામાં નહીં આવ્યો હોય તો તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં કોઈપણ ચમરબંધીની શેહશરમ કે ભલામણ ધ્યાને લેવામાં નહીં આવે