મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

પૂર્વ મુખ્યમંત્રી છબીલદાસ મહેતાનું નિધન

રવિવારે અંતિમ સંસ્કાર કરાશે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છબીલદાસ મહેતાનું આજે સાંજે 84 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમારીથી પીડાતા હતા. આજે સવારે તેમને અહીની સાલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા જ્યાં તેમણે છેલ્લા શ્વાસ છોડ્યા હતા.

ગુજરાતના બાહોશ મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલની સરકારમાં તેઓ મંત્રી હતા. ચીમનભાઇના મૃત્યુ બાદ તેઓ 17મી ફેબ્રુઆરી 1994થી 14 માર્ચ 1995 સુધી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. મહાગુજરાતના આંદોલનથી તેઓ એક લીડર તરીકે બહાર આવ્યા હતા. રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ છબીલદાસ મહેતાના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.

બે દિવસનો રાજકીય શો
પૂર્વ મુખ્યમંત્રી છબીલદાસ મહેતાના નિધનથી રાજ્ય સરકાર 30મી નવેમ્બર અને 1લી ડિસેમ્બર 2008ના દિવસો દરમિયાન રાજકીય શોક રાખવાની જાહેરાત કરી છે. આ દિવસો દરમિયાન રાષ્ટ્ર ધ્વજ અરધી કાઠીએ ફરકાવાશે. આ દિવસો દરમિયા કોઇ સત્તાવાર સમારોહ યોજાશે નહી. રાજકીય સન્માન સાથે રવિવારે અમદાવાદ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.