ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 25 મે 2015 (16:53 IST)

પોસ્ટ ઓફિસમાં એટીએમ!?, હા...રાજકોટમાં થયું શરુ

રાજકોટમાં પોસ્ટ વિભાગની હેડ ઓફિસમાં સોમવારે એટીએમ યુનિટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ. લાખો ખાતેદારોને એટીએમ સેવાનો લાભ મળશે.
 
ભારતીય ટપાલ વિભાગની અનેક સેવાઓ વિશ્વ વ્યાપી બની છે ત્યારે હવે પોસ્ટલ વિભાગ કોર બેન્કીંગ યુગમાં પણ કદમ માંડી રહ્યો છે. હાલ ગુજરાતની ૩૪ હેડ પોસ્ટ ઓફિસ અને સાત સબ પોસ્ટ ઓફિસમાં એટીએમ સેન્ટર બનાવવામાં આવ્યા છે. તેને જોડવાની કાર્યવાહી ચાલી રહી છે. રાજકોટમાં પોસ્ટ ઓફિસ સેન્ટર શરૃ કર્યા પછી ખાતેદારોને એટીએમ મેળવવા માટે જાણ કરી દેવામાં આવશે. રાજકોટ જિલ્લામાં પોસ્ટના આઠ લાખ ખાતેદારો છે. એટીએમ કાર્યરત થઇ ગયા બાદ ખાતેદારોને પોસ્ટ ઓફિસ સુધી ધક્કા ખાવા નહીં પડે. એટલું જ નહીં ગુજરાતમાં કોઇપણ સ્થળેથી પોસ્ટ ઓફિસના એટીએમ સેન્ટર પરથી નાણાં મેળવી શકાશે. 
 
સાથોસાથ બેલેન્સ પણ જાણી શકાશે.