શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ: , શનિવાર, 28 નવેમ્બર 2015 (14:49 IST)

ફોટા પાડી રોમિયોગીરી કરવાનું ભારે પડ્યું

બસમાં મુસાફરી કરતી વિદ્યાર્થિનીઅે તેના ફોટા પાડીને સતામણી કરનાર શપથને મહિલા હેલ્પલાઈનની મદદથી જોરદાર સબક શિખવાડ્યો હતો. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, મહીસાગર જિલ્લામાં રહેતી તૃષા પટેલ(ઉ. વ 18 ) (નામ બદલાય છે )કડી પાસે આવેલી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે અને કોલેજ હોસ્ટેલમાં રહે છે.

દિવાળીના વેકેશન બાદ તે પોતાના ઘરેથી ભૂજ જતી એસટી બસમાં રવાના થઈ. તૃષા જ્યારે બસ સ્ટેન્ડ પર ઊભી હતી ત્યારથી એક અજાણી વ્યક્તિ તેને તાકી રહી હતી. પરંતુ તૃષાએ તે વ્યક્તિ પર ધ્યાન ન આપ્યું. તૃષા દાહોદથી ભૂજ જતી એસ.ટી બસમાં બેસી કડી જવા રવાના થઈ હતી. તે વ્યક્તિ પણ તૃષા જે બસમાં કડી કોલેજ જવા રવાના થઈ તે બસમાં આ વ્યક્તિ પણ બેસી ગઇ.
થોડા સમય બાદ તે વ્યક્તિ તૃષા જે સીટ પર બેસી હતી તે સીટની નજીક આવી ઊભી રહી. તે તૃષાને તેની બાજુમાં આવી તેની સાથે અવારનવાર છેડતી કરતી હતી. તૃષાએ બસમાં બધાની સામે તે વ્યક્તિને તેનાથી દૂર રહેવાનું કહ્યું અને આવે તે તેની સાથે કોઈ છેડતી કરશે તો તેને વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરશે. જ્યારે બસમાં બેઠેલા અન્ય લોકોએ પણ તૃષાની કોઈ મદદ ના કરી અને માત્ર તે વ્યક્તિને તૃષાથી દૂર જઈ બસવાનુંું કહ્યું, પરંતુ આ વ્યક્તિ પોલીસનો ડર આપ્યો તો પણ તે માની નહી.
તૃષાની બીજી તરફની સીટ પર બેસીને તેને તૃષાનો ફોટો તેના ફોનમાં પાડ્યો. તૃષાને ફોનમાં ફ્લેશ લાઈટ થતાં તેને જાણ થઈ કે તે વ્યક્તિ તેના ફોટો પાડી રહ્યો છે. તૃષાએ કોઈને પણ જાણ કર્યા વગર બસમાંથી બેઠા 181 મહિલા હેલ્પલાઈનને ફોન કરી દીધો અને જાણ કરી કે તે થોડા સમયમાં અમદાવાદમાં રખિયાલ બસ સ્ટોપ પર પહોંચશે.

181 મહિલા કાઉન્સિલર બસ આવે તે પહેલાથી બસ સ્ટોપ પર પહોંચી ગયા. તૃષાએ પોલીસ બોલાવી છે તેની જાણ પેલા અજાણ્યા શખ્સને થઈ જતાં તેને ફોટો ડિલિટ કરી દીધો. રખિયાલ બસ સ્ટોપ પર બસ ઊભી રહેતાંની સાથે તૃષા બસમાંથી ઉતરીને 181 મહિલા કાઉન્સિલરને તેની સાથે થયેલા બનાવની જાણ કરી.

મહિલા કાઉન્સિલર તસનીમ સૈયદે જણાવ્યું કે, છોકરીએ હિમ્મત કરી તે વ્યક્તિને બસમાંથી ઉતારવા ના દીધી જ્યારે તે વ્યક્તિએ ફોટો તો ડિલિટ કરી દીધા હતા પણ અમે પૂછતાં તેણેે કબૂલ્યું કે તેણે ફોટો પડ્યા હતા.યુવતીના પિતાએ ફરિયાદ કરવાની તો ના પાડી પણ તેને રસ્તાની વચ્ચે બધાની સમક્ષ માફી માગવાનું કહ્યું. તેની માફી મગાવી અને તે આવું કોઈ અન્ય યુવતી સાથે નહીં કરે તેની જાણ પણ કરી.