ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 22 ડિસેમ્બર 2014 (16:35 IST)

બાયો-ફયુઅલની મદદથી વીમાન ઉડાવવાનો ખતરનાક પણ, સફળ પ્રયોગ

બાયો-ફયુઅલથી વાહન દોડાવવા આમ તો કોઇ નવી વાત નથી. લોકોએ હવાથી અને પાણીથી પણ મોટર દોડાવવાના સફળ પ્રયોગ કર્યા છે. નવી વાત એ છે કે આ વખતે જગતમાં પહેલી જ વખત બાયો-ફયુઅલની મદદથી વીમાન ઉડાવવાનો ખતરનાક છતાં સફળ પ્રયોગ થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સાઇટ ડોલર પ્રતિ બેરલથી નીચી સપાટીએ ગબડ્યાં હોવાથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પણ કેટલાક સમયથી સતત ઘટાડો જોવા મળે છે. વાત તો એટલે સુધી પહોંચી છે કે ખનીજ તેલના ઘટતા ભાવને કારણે વૈકલ્પિક ઊર્જા ઉદ્યોગના ખેલાડીઓને તો એવો ડર લાગવા માંડ્યો છે કે જા,ે આ દોર લાંબો ચાલશે તો અમારો કોઇ ભાવ નહીં પુછશે.

જોકે, આપણે સૌ જાણીએ છીએ કે આ સ્થિતિ કાયમ રહેવાની નથી. આ જ કારણસર વૈજ્ઞાનિકો સતત ઇંધણના વિકલ્પની શોધ અને સંશોધનમાં રચ્યાપચ્યા રહેતાં હોય છે. આ વિકસ્પોમાં હાઇડલ પાવર, સોલાર એનર્જી, બાયો-ફ્યુઅલ વગેરેનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ આ ક્ષેત્રના રસિકો ગેલમાં આવી જાય એવા સમાચાર મળ્યાં છે. વૈજ્ઞાનિકોએ પહેલી જ વખત બાયોડીઝલની મદદથી વીમાન ઉડાવવામાં સફળતા મેળવી છે. બોઈંગના એક વિમાને દુનિયામાં પહેલી વખત ગ્રીન ડિઝલના ઉપયોગથી ઉડાન ભરી છે. આ એવુ ઈંધણ છે જે વનસ્પતિ તેલ, વેસ્ટ કુકિંગ ઓઈલ અને જાનવરોની ચરબીમાંથી બનાવવામાં આવ્યું છે. કંપનીએ બીજી ડિસેમ્બરે તેમની ૭૮૭ ફ્લાઈટમાં આ પ્રમાણેના ડિઝલનો ઉપયોગ કર્યો હતો.

આ વિમાનની ઉડાન માટે એરક્રાફ્ટના ડાબા એન્જિનમાં ૧૫ ટકા ગ્રીન ડિઝલ અને ૮૫ ટકા પેટ્રોલિયમ જેટ ફ્યુઅલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે વિમાન ઉડાવવા માટે ઇંધણ તરીકે એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફનો ઉફપયોગ થતો હોય છે. આ એટીએફનો ખર્ચ એક અંદાજે એરલાઇન કંપનીઓના કુલ ખર્ચના એંશી ટકા જેટલો હોય છે અને તેના ભાવના આધારે એરલાઈન્સ કંપનીઓ દ્વારા હવાઈ મુસાફરીના ભાડાં નક્કી કરવામાં આવતા હોય છે.

એક સમાચાર એવા પણ છે કે તાજેતરમાં ખનીજ તેલના ભાવમાં જે સતત ઘટાડો થઇ રહ્યો છે, તેને કારણે એરલાઇન ઇન્ડસ્ટ્રીને બાર અબજ ડોલરની બચત થઇ છે. એ પાછો જૂદી ચર્ચાનો વિષય છે કે તેનો લાભ મુસાફરોને મળ્યો નથી.

આપણે બાયો-ફયુઅલની મદદથી વીમાન ઉડાવવાના સફળ પ્રયોગની વાત પર પાછાં ફરીએ. બોઈંગ કર્મશિયલ એરપ્લેનના એન્વાયરન્મેન્ટ સ્ટ્રેટેજી એન્ડ એન્ટીગ્રેશનના એમડી જેલી ફેલ્ગર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ ગ્રીન ડીઝલના ઉપયોગ વધતો રહે એવી શક્યતાઓ વધારે છે.

તેમનું માનવું છે કે ગ્રીન ડીઝલનો ઉપયોગ ગ્રાહકો માટે પણ ઘણો સસ્તો અને સારો સાબીત થશે. તેમણે જણાવ્યું છે કે, સ્થાનિક ગ્રીન ડિઝલ ઘણી મોટી માત્રામાં ઉપ્લબ્ધ છે. પ્રારંભિક તબક્કે ગ્રીન ડીઝલનો ઉપયોગ ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટમાં કરવામાં આવશે. જોકે, આ કેમિકલ બાયો ડિઝલથી થોડું અલગ છે. અમેરિકા, યુરોપ અને એશિયામાં કુલ ૮૦૦ મીલિયન ગેલન ગ્રીન ડિઝલનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે.

ઉપરોક્ત ૮૦ કરોડ ગેલન ગ્રીન ડીઝલ દુનિયાની કુલ ડિમાન્ડના એક ટકા જેટલી માગણી પુરી કરવા માટે સક્ષમ છે. અલબત્ત ઇંધણની વૈશ્ર્વિક માગ પૂરી કરવા માટેનો જથ્થો તો કુદરત જ પૂરો પાડી શકે. દરમિયાન, સ્થાનિક સ્તરે મહારાષ્ટ્રમાં પણ સરકાર બાયો-ફ્યુઅલનો પરિવહન ક્ષેત્રે ઉપયોગ વધારવા માટે ગંભીરક હોય એવું જણાય છે. ઉપલબ્ધ માહિતી અનુસાર આ અંગે જાગૃતિ લાવવા ઉપરાંત ગ્રીન ફ્યુઅલનો વપરાશ વધારવા માટે સરકાર જાહેર પરિવહનની બસો અને અન્ય સરકારી વાહનો તથા સ્કૂલની બસોમાં આ ઇંધણનો ઉપયોગ ફરજિયાત બનાવવાની હિલચાલ કરી રહી છે.