ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 28 નવેમ્બર 2014 (18:02 IST)

બિલ ગેટ્સનાં સલાહકાર તરીકે વડોદરાનાં પુર્વી મહેતા ભટ્ટ

વડોદરાના મહિલા કૃષી વૈજ્ઞાનીક પુર્વી મહેતા ભટ્ટની માઇક્રોસોફ્ટના સહ સ્થાપક અને પુર્વ ચેરપર્સન બીલ ગેટ્સે પોતાના સિનિયર એડવાઇઝર તરીકે નિમણુંક કરી છે. આ ઉપરાંત તેઓને બિલ એન્ડ મિલીન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના પ્રોગ્રામ અગ્રીકલ્ચર ફોર સાઉથ એશિયાના હેડ પણ બનાવાયા છે. વર્તમાન સમયમા વિશ્વમા સૌથી વધુ દાન આપતી આ સંસ્થામા આટલી મોટી જવાબદારીની જગ્યા પર નિમણુંક કરાઇ હોય તેવા તેઓ પહેલા ભારતીય  બન્યા છે. તેઓ યુનાઇટેડ નેશનની લાઇવ સ્ટોક રિર્સચ ઇન્સ્ટિટયૂટમા એશિયા હેડ તરીકે ફરજ બજાવતા હતા ત્યાંથી તેઓએ રાજીનામુ આપ્યુ છે.

વડોદરા આવેલા પુર્વી મહેતા ભટ્ટે અમેરીકા જતા પહેલા વાત કરતા કહ્યુ હતું કે મારા માટે ગૌરવની વાત એ છે કે બિલ ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા મને સામેથી આ પદ માટે બોલાવામા આવી હતી. હકીકતે આખી વાતની શરૃઆત ૪ વર્ષ પહેલા થઇ હતી. ત્યારે હું યુએન તરફથી નાઇરોબીમાં કામ કરતી હતી અને બીલ ગેટ્સ ત્યાં આવ્યા હતા. મારી સાથેની મુલાકાત બાદ તેઓ મારા અંગેની પુરી માહિતી તેમની ડાયરીમા નોંધીને ગયા હતા. અને છ મહિના પહેલા તેઓની ઓફિસ તરફથી મારા સાથે વાટાઘાટો શરૃ કરાઇ હતી. હવે બધુ ફાઇનલ થઇ ગયુ છે અને હું અમેરીકાના સીયાટેલ ખાતે આવેલી ફાઉન્ડેશનની હેડ ઓફિસમા જઇને મારો ચાર્જ લેવા જઇ રહી છું.

તેઓએ ફાઉન્ડેશન અંગે વાત કરતા કહ્યુ હતું કે બિલ ગેટ્સે સન ૨૦૦૦મા આ ફાઉન્ડેશનની શરૃઆત કરી હતી. હાલમા ફાઉન્ડેશન પ્રતિ વર્ષે ૪૦ બિલિયન ડોલર (રૃ.૨.૪૭ લાખ કરોડ)નું દાન વિશ્વભરમા આપી રહ્યુ છે. મુખ્યત્વે ખેતી અને જાહેર સ્વાસ્થયના ક્ષેત્રમાં મહતમ દાન આપે છે.

ઉલ્લેખનિય છે કે પુર્વી મહેતા ભટ્ટ યુ.એન.પહેલા વર્લ્ડ બેંક(આઇએફપીઆરઆઇ)માં ત્રણ વર્ષ એડવાઇઝર રહી ચુક્યા છે. તેઓએ બીએસસી
(બોટની) એમ.એસ.ય્ ાુનિવર્સિટીમાથી કર્યુ છે તો એમએસસી જાપાનમા અને યુ.એસ.ની નોર્થ કેરેલોના યુનિવર્સિટીમાથી બાયોટેકમાં પીએચડી કર્યુ છે.