શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 15 સપ્ટેમ્બર 2014 (18:02 IST)

બે લાખનાં રોટલી બનાવવાનાં મશીનમાં ફક્ત બે વાર જ રોટલી બની, પછી થયું બંધ

રાજકોટ મહાનગરપાલિકાએ બે મહીના પહેલા આધુનીક મધ્યાહન ભોજન  કેન્દ્ર ખુલ્લું મુકયું હતુ. બનાવવામા આવ્યુ છે મુખ્યમંત્રી આંનદીબેન પટેલ દ્રારા મધ્યાહન ભોજન કેદ્રનુ લોકાપૅણ કરવામા આવ્યુ હતુ. માત્ર બે મહીનામા લાખોના ખચૅ વસાવવામા આવેલુ ઓટોમેટીક રોટલીનુ મશીન બંધ પડી જતા હજારો બાળકો રોટલી વગરના રહે છે.

રાજકોટ મહાનગરપાલિકાએ શહેરની સુચક શાળામાં બાળકોને સારુ અને ગુણવત્તાયુકત, સાત્વીક ભોજન મળી રહે તે માટે આધૂનિક રસોડું બનાવ્યું છે. અને એ જાણીતી સંસ્થાને સંચાલન માટે સોંપાયું છે. આ આધૂનિક રસોડામાં એક કલાકમા અઢાર હજાર રોટલી થાય તેવુ લાખો રૂપિયાના ખર્ચે ઓટોમેટીક મશીન વસાવાયું છે. જોકે આ મશીનમાં અનેક ખામીઓ હોવાને લીધે છેલ્લા બે મહીનામાં માત્ર બે વાર જ રોટલીઓ બની છે. મશીન બંધ હાલતમાં રહેતા બાળકોને રોટલી મળતી નથી. 

સરકાર મદ્યાહન ભોજન માટે દર વર્ષે કરોડો રૂપીયાનો ખચૅ કરે છે. જોકે મોટા ભાગનો ખચૅ એળે જતો જોવા મળે છે. શાસકો અને અધીકારીઓની અણઆવડતને કારણે ઘણી વખત સરકારી મશીનરી ઘુળ ખાતી જોવા મળે છે. રોટલીના મશીન બંધ થઇ જતા રાજકોટ મહાનગરપાલિકાનુ રાજકરાણ ગરમાયુ છે. વિરોઘ પક્ષ શાસકો પર આક્ષેપો કરે છે કે, શાસકો પ્રજાના લાખો રુપીયા પાણી કરી રહ્યા છે.  

એક બાજુ શાસકો સ્માટૅ સીટીના નામે કરોડો રુપીયા ખચૅ કરી રહ્યા છે. ત્યાં શહેરમાં આજે પણ અનેક બાળકો કુપોષીત છે. સત્તાધીશોએ રોટલીઓ બનાવવાનું આધુનિક મશીન ખરીદીને સંતોષ માણ્યો. પરંતુ તે કેવું ચાલે છે, ચાલે છે કે નહીં તેની કોઈ દરકાર નથી. અને તેને કારણે બાળકો રોટલીથી વંચિત રહે છે.