ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2016 (14:55 IST)

ભઠ્ઠી નથી તેને પણ સીલ માર્યા

અમદાવાદઃ શહેરના માણેકચોકની સોના ચાંદી બજારના વેપારીઓએ કરેલી અરજીમાં હાઇકોર્ટે અમદાવાદ કોર્પોરેશનને જે લોકોની સોના ચાંદીની ભઠ્ઠીઓ નથી તેવા લોકોની દુકાનો કે એકમો કેમ સીલ કરવામાં આવી છે તેનો ખુલાસો કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આ અંગે વેપારીઓએ રજુઆત કરતા કોર્ટને જણાવ્યું હતું કે, અમદાવાદા મહાનગરપાલિકા કોર્ટના હુકમનું ખોટુ અર્થઘટન કરી રહી છે. સોના ચાદીની ભઠ્ઠીઓ સામે કાર્યવાહી કરવાને બદલે નાના વેપારીઓને હેરના કરી રહ્યા છે.

એક જાહેર હિતની અરજીના પગલે કોર્ટે કોટ વિસ્તારમાં પ્રદુષણ ફેલાવતી સોના ચાંદીની ભઠ્ઠીઓ સામે પગલા લેવા કોર્પોરેશનને હુકમ કર્યો હતો જે બાદ માણેકચોકમાં વેપારીઓએ એક દિવસની હડતાલ પાડી હતી. આ કેસની વધુ સુનવણી 17 ફેબ્રુઓારીએ કરવામાં આવશે.