બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 21 ફેબ્રુઆરી 2015 (15:31 IST)

ભવિષ્યમાં એવા કપડા આવશે કે ડાઘા પણ નહીં પડતા ધોવાની પણ જરુર નહીં પડે

આગામી દિવસોમાં પલળે નહી,ડાઘ ના પડે અને દિવસો સુધી ધોવા ના પડે  તેવા કપડાની કલ્પના વાસ્તવિકતા બની ચુકી છે.બહુ ટુંક સમયમાં આ પ્રકારના કપડા માર્કેટમાં વેચાતા હશે તેમ નેનો ટેકનોલોજીના નિષ્ણાત માર્ક શોનુ કહેવુ છે.
માર્ક શો આજે એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ફૂટપ્રિન્ટસમાં સ્ટુડન્ટસને વકતવ્ય આપવા માટે અમેરિકાથી આવ્યા હતા.તેમની પાસે નેનો ટેકનોલોજીને લગતી ૬૦થી વધારે પેટન્ટસ્ છે.ધોવો ના પડે અને ડાઘા ના પડે તેવો શર્ટ પણ તેમણે નેનોટેકનોલોજીની મદદથી બનાવ્યો છે.ટુંક સમયમાં આ શર્ટ અમેરિકામાં વેચાતા હશે.આ સીવાય તેમણે એવુ કેમીકલ પણ વિકસાવ્યુ છે જેને કોઈ પણ વસ્તુ પર લગાડવામાં આવે તે બાદ તેના પર પાણી ટકતુ નથી અને તે વસ્તુની સપાટી ભીની થતી નથી.

પત્રકારો સાથેની વાતચીતમાં તેમનુ કહેવુ હતુ કે પાંચ જ વર્ષમાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ થયો હોય તેવુ વસ્તુઓનુ માર્કેટ ૨૦૦ ટ્રીલીયન રુપિયાને આંબી જશે.ભવિષ્યમાં એવા શર્ટ પણ આવશે જે આપોઆપ ખૂશ્બૂ પ્રસરાવતા હશે.અમે એવી છત્રી પણ વિકસાવી છે જે વરસાદમાં ભીની થતી જ નથી.નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને એવુ ગ્રાફીન નામનુ મટીરીયલ પણ વિકસાવાયુ છે.જેનો ઉપયોગ વોટર ફિલ્ટરમાં કરવામાં આવે છે.આ મટીરીયલ એટલુ પાતળુ છે કે નરી આંખે જોવુ પણ મુશ્કેલ છે.હાલમાં કૃત્રિમ હાર્ટ બનાવવામાં આ ટેકનોલોજી વપરાઈ રહી છે અને મારુ માનવુ છે કે નેનો ટેકનોલોજીના કારણે એક દિવસ કૃત્રિમ લોહી બનાવવુ પણ શક્ય હશે.

માર્ક શોનુ માનવુ છે કે અમેરિકામાં સંશોધનનુ કલ્ચર ૧૭૦૦ની સાલથી વિકસી ચુક્યુ છે.અમેરિકાની સરકારે પણ સંશોધકોને પેટન્ટ આપવાનુ બહુ પહેલાથી ચાલુ કરી દીધુ હતુ.જેના કારણે સંશોધકોને તેમની શોધ બદલ નાણાકીય વળતર મળવા માંડયુ હતુ.જે જોઈને બીજા લોકો પણ નવુ સંશોધન કરવા માટે પ્રેરાયા હતા.કદાચ આ એક મોટુ કારણ છે કે મોટાભાગની મહત્વપૂર્ણ વૈજ્ઞાાનિક શોધો અમેરિકામાં થઈ છે.અમેરિકાની આર્મીએ જ સૈનિકો માટે દિવસો સુધી ધોયા વગર ચાલે તેવા કપડાની માંગ કરી હતી.ેજેના પરથી અમે તેમને યુનિફોર્મ માટે વિશેષ કાપડ વિકસાવી આપ્યુ હતુ.

શો કહે છે કે વિદ્યાર્થીઓએ નેનો ટેકનોલોજી ક્ષેત્ર પર ધ્યાન આપવુ જોઈએ.કારણકે આજે કોલેજમાં ભણતા સ્ટુન્ડટ્સ માટે ૧૦  વર્ષ પછીની દુનિયા નેનો ટેકનોલોજીના પ્રભુત્વવાળી હશે.