બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 9 માર્ચ 2016 (13:19 IST)

ભાંગના પ્રસાદ બાદ ઝાડા ઉલ્ટી

કડી તાલુકાના બુડાસણ ગામમાં શિવરાત્રિએ ભાંગનો પ્રસાદ લીધા બાદ મંગળ‌વારે સવારથી જ લોકોને ઝાડા-ઉલટીની શરૂ થઈ ગયા હતા. આરોગ્ય વિભાગની ટીમે 256 જેટલા દર્દીઓને સારવાર આપી શરૂ કરી દીધી હતી.  જેમાંથી ગંભીર જણાતા લોકોને કડી સિવિલમાં લઈ જવાયા હતા. જ્યારે ભાંગની અસરથી બિમાર થયેલા એક સગીરનું મોત થયું છે.

સોમવારે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે શિવાલયો ભાવિકોથી ઊભરાયાં હતાં અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે ભાવિકોએ ભાંગનો પ્રસાદ લીધો હતો. કડી તાલુકાના બુડાસણ ગામે હાઈવે પર આવેલા શિવમંદિરમાં પણ શિવારાત્રિની ઉજવણી અંતર્ગત ભાંગની પ્રસાદ વહેંચાયો હતો. ભાંગનો પ્રસાદ લીધા બાદ ગામના લોકોને મંગળવારે સવારે અચાનક ઝાડા-ઉલટી, હાથ-પગ દુખવા જેવી તકલીફો શરૂ થઈ હતી. સાંજ સુધીમાં 120 જેટલા લોકો બિમાર થઈ જતાં આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું હતું.

જ્યારે ભાંગ પીવાથી ઝાડા-ઉલટીના કારણએ 17 વર્ષના ઠાકોર વિપુલજી વજાજીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આટલી મોટી સંખ્યામાં ગામના લોકોની  ભાંગ પીવાથી તબિયત લથડતા આખા બુડાસણમાં સોપો પડી ગયો છે. પરિસ્થિતિ વધુ વણસે નહીં એટલે થોડા સમય માટે પાંચ ડોક્ટરોની ટીમે ગામમાં રોકાવવાનો નિર્ણય લીધો છે.