ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 21 મે 2015 (18:02 IST)

ભારતીય પધ્ધતિ મુજબનું સંડાસ પેટ સાફ રાખવાની સારી અને હેલ્‍ધી રીત

જો તમે મોડર્ન લાઇફ-સ્‍ટાઇલને અનુસરીને હવે ઇંગ્‍લિશ બેઠકવાળુ કમોડ વાપરતા હો તો તમને પણ પાચનની અને આંતરડાની સમસ્‍યા થવાની શકયતાઓ છે એવુ જર્મન માઇક્રોબાયોલોજીસ્‍ટ ગિઉલિયા એન્‍ડર્સનું કહેવુ છે. ઇન્‍ડિયા સહિત ઘણા બધા એશિયાઇ દેશોમાં હજીયે પગે ઉભડક બેસવુ પડે એવા કમોડ પ્રચલિત છે જે પેટ સાફ કરવાની સારી અને હેલ્‍ધી રીત છે એવુ આ જર્મનના નિષ્‍ણાંતોનું કહેવુ છે.

   પશ્ચિમના દેશોમાં પેટ સાફ કરવાની આ પદ્ધતિ સાવ જ ખોટી છે અને એનાથી આંતરડાના સૌથી છેલ્લા ભાગની તકલીફો વધે છે. ઇંગ્‍લિશ ટોઇલેટ વાપરનારાઓમાં પાઇલ્‍સ અને ભગંદરની સમસ્‍યાનું પ્રમાણ વધારે હોય છે. ઇન્‍ડિયન ટોઇલેટમાં ઉભડક પગે બેસનારાઓ કરતા સીટ પર બેસીને પેટ સાફ કરનારાઓમાં આવી સમસ્‍યા વધારે હોય છે.

   ગિઉલિયાએ પેટ સાફ કરવાની પદ્ધતિ પર આંખુ પુસ્‍તક લખ્‍યુ છે જે હેલ્‍થ બુકની કેટેગરીમાં છેલ્લા પાંચ-છ અઠવાડિયાથી ટોપ ચાર્ટમાં છે. જો તમારા ઘરમાં ઇંગ્‍લિશ ટોઇલેટ હોય તો ઓછુ નુકસાન થાય એ માટે લેખકે એક ઉકેલ પણ સુચવ્‍યો છે. સીટ પર બેસીને આગળની તરફ નમીને પેટ દબાય એ રીતે બેસવાથી આંતરડામાં ઓછુ નુકસાન થાય છે