શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 21 એપ્રિલ 2016 (14:37 IST)

ભુપેન્દ્ર પંડયાનો છુટકારો

જાણીતા કથાકાર ભુપેંદ્ર પંડ્યાની ઘરપકડ વૉરંડ નામદાર જજે  ઇસ્યુ કર્યો હતો, ત્યાર બાદ બુધવારે બપોરે બોરીવલી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં નામદાર જજ કુલકર્ણીએ તેમને 15 હજારના બોંડ પર છોડી મુકવામાં આવ્યા હતા. અને વિદેશ જતા પહેલા કોર્ટને જાણ કરવાનું પણ જણાવ્યું હતું,

ભુપેંદ્ર પંડ્યાની પત્ની મનીષા અને તેની દીકરી સાથે મારપીટ કરતા હતા. મનીષાના વકીલના જણાવ્યા અનુસાર ભૂપેન્દ્ર પંડયા વિરુદ્ધ આઇપીસીની કલમ ૪૯૮(એ), ૪૦૬ અને ૪૨૦ ઉપરાંત આરડબ્લ્યુ ૩૪ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે, ભુપેંદ્ર પંડ્યા તેમ છતા ક્રોટમાં હાજર રહેતા ન હતા જેથી નામદાર જજે તેમની વિરુદ્ધ ઘરપકડ વોરંટ ઉસ્યુ કર્યુંહ હતું. જેને કારણે સમતાનગર પોલીસે મંગળવારે સાંજે તેમની ધરપકડ કરી હતી અને આજે કોર્ટમાં તેમને રજૂ કરાયા બાદ કેશ બોન્ડ અને ભારત બહાર જતાં પહેલાં કોર્ટને જાણ કરવાની રહેશે તેવી શરતે જામીન આપ્યા હતા.

ભૂપેન્દ્રભાઈ અને મનીષાના લગ્નને ત્રણ દાયકા થયા છે. લગ્ન બાદ તેમને ત્રણ સંતાનો થયા છે. પત્ની મનીષાના આક્ષેપ મુજબ ૨૦૦૪ બાદ ભૂપેન્દ્રભાઈ વિદેશ ગયા હતા અને અહીં તેમની મુલાકાત એક યુવતી સાથે થઈ હતી. જેને કારણે લગ્નબાહ્ય સંબંધો બંધાયા હતા. પત્નીના દાવા મુજબ, આ બંને જણા યુએસની હોટેલમાં પતિ-પત્ની તરીકે પણ સાથે રહ્યા હતા. જેને લઈ તેમની વચ્ચે ઝઘડા થતા હતા. આખરે તેમની પત્નીએ ભૂપેન્દ્રભાઈ વિરુદ્ધ દહેજ, શારીરિક અને માનસિક અત્યાચાર તેમ જ છેતરપિંડીની ફરિયાદ કરી હતી. જેને લઈ કોર્ટમાં કેસ ચાલતો હતો પરંતુ તેઓ કોર્ટમાં હાજર ન રહેતાં કોર્ટે તેમની વિરુદ્ધ ધરપકડનું વોરન્ટ જારી કર્યું હતું. પંડયા દંપતી વચ્ચે પ્રોપર્ટીને લઈને પણ વિવાદ ચાલતો હતો તેમ જ આ વિવાદ અનેક વખત સમાચાર માધ્યમોમાં ચમક્યો હતો.