શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 8 ઑક્ટોબર 2015 (12:43 IST)

ભૂલથી વન નાઈટ સ્ટેન્ડ તો વ્યાભિચાર નહીં, પણ આયોજનપૂર્વક શારીરિક સુખ મેળવ્યું હોય તો વ્યાભિચાર - ગુજરાત હાઇકોર્ટ

જો ભૂલથી કોઈ પુરૂષ પત્ની સિવાય અન્ય કોઈ બીજી મહિલા સાથે સંબંધ બનાવે છે તો તેને વ્યાભિચાર માની શકાય નહીં. એક નીચલી અદાલતના આ પ્રકારના ફેંસલાને ગુજરાત હાઈકોર્ટે માન્ય રાખ્યો છે અને એમ ઠરાવ્યું છે કે જો કોઈ પરિણીત પુરૂષ કોઈ બીજી મહિલા સાથે આયોજન કરીને ઈરાદાપૂર્વક શારીરિક સંબંધ બનાવે તો તેને જરૂર  વ્યાભિચાર માની શકાય બાકી ભૂલથી વન નાઈટ સ્ટેન્ડ થઈ ગયું હોય તો તેને વ્યાભિચાર ગણી શકાય નહીં. 
 
એક મહિલાએ મેઈન્ટેનન્સ આપવાની માગણી કરતી અરજી કરી હતી અને આ અરજીની સુનાવણી વખતે હાઈકોર્ટે ઉપર મુજબ ઠેરવ્યું હતું. મહિલાની અરજી હાઈકોર્ટે રદ કરી દીધી હતી કારણ કે આ મહિલા કોઈ બીજા પુરૂષ સાથે રહે છે. જો કે હાઈકોર્ટે એમ કહ્યું છે કે પુરૂષે પોતાના પુત્રના મેઈન્ટેનન્સ માટે રકમ આપવી પડશે પરંતુ પત્ની આવી કોઈ રકમની હક્કદાર નથી કારણ કે તે કોઈ બીજા જ પુરૂષ સાથે રિલેશનમાં છે. હાઈકોર્ટ જતાં પહેલાં આ મહિલાએ પાટણની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી જેની સુનાવણી કર્યા બાદ અદાલતે કહ્યું હતું કે જો કોઈ પુરૂષ એક કે બે વાર કોઈ બીજી મહિલા સાથે શારીરિક સંબંધ બનાવે છે અને ભૂલથી બની જાય છે તો તે વ્યાભિચાર નથી પરંતુ આયોજનપૂર્વક કે અગાઉથી નક્કી કર્યા મુજબના સંબંધ બાંધીને શારીરિક સુખ મેળવ્યું હોય તો તેને જરૂર વ્યાભિચાર ગણાશે. 
 
હાઈકોર્ટે તો એમ પણ કહ્યું કે ક્યારેક ક્યારેક એવી હાલત કે એવો સમય આવી જાય છે કે જ્યારે ઈચ્છા ન હોવા છતાં કોઈ યુવાન વ્યક્તિ કોઈ બીજી મહિલા સાથે સંબંધ બનાવી લ્યે છે. કોર્ટ મહિલાને માફ કરવા તૈયાર નથી કારણ કે તે પોતાના પતિને છોડીને પોતાની મરજીથી બીજા પુષ સાથે રહે છે. વન નાઈટ સ્ટેન્ડ કે ભૂલથી બંધાઈ ગયેલા શારીરિક સંબંધને વ્યાભિચાર ગણી શકાય નહીં પરંતુ અરજી કરનાર મહિલા જાણીજોઈને કોઈ ત્રીજા જ પુરૂષ સાથે રહે છે માટે તે વ્યાભિચાર છે અને તે મેઈન્ટેનન્સ મેળવવાની હક્કદાર નથી.