મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 22 ડિસેમ્બર 2014 (16:42 IST)

ભોળાભાઈ પટેલ કોલેજ ઓફ કમ્પ્યુટર સ્ટડીસ માં માઇક્રોસોફ્ટ દ્વારા સેમિનાર યોજાયો.

કડી સર્વ વિશ્વવિધાલય સંચાલિત ભોળાભાઈ પટેલ કોલેજ ઓફ કમ્પ્યુટર સ્ટડીસ દ્વારા તા. 20/12/14 ના રોજ માઇક્રોસોફ્ટ નો સેમિનાર “Women In Tech" નું બપોરે 1:00 થી 4:00 માં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માઇક્રોસોફ્ટ ઇનોવેશન સેંટર અને સ્ટુડન્ટ પાર્ટનર પ્રોગ્રામ,ઈન્ડિયા નાં મેનેજર મી. વિક્રાંત સત્સંગી અને માઇક્રોસોફ્ટ કોર્પોરેટ ટ્રેનર મી. પ્રબ્જોતસિંઘ બક્ષી એ બીસીએ તથા એમસીએ ની 100 થી પણ વધારે ગર્લ્સ સ્ટુડન્ટ્સ ને આઇટી સેક્ટર માં આગળ વધવાનું પ્રોત્સાહન આપેલ હતું. સમગ્ર કાર્યક્રમના આયોજન માટે સંસ્થાના ડાયરેકર, કોર્ડિનેટર, અને તમામ સ્ટાફ મિત્રોનો સહયોગ સાંપડ્યો હતો.