શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 29 એપ્રિલ 2014 (12:51 IST)

મતદાન કરવાની અપીલ કરતી કંકોતરી

મૅરેજની કંકોતરી તો તમે વાંચી હશે, પણ મતદાન કરવાની અપીલ કરતી અને એ પણ લગ્નની કંકોતરીની ભાષામાં અગાઉ ક્યારેય તમે વાંચી નહીં હોય.
 
જામનગરમાં મતદાન કરવાની અપીલ કરતી પણ જેની બોલી લગ્નની કંકોતરી જેવી હોય એવી એક આદમકદની કંકોતરી જામનગરના પંચેશ્વર ટાવર ચોકમાં મૂકી છે જેમાં બુધવારે મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. આ કંકોતરીમાં હસ્તમેળાપ, માંગલિક પ્રસંગો, પ્રીતિ ભોજન અને ટહુકો સુધ્ધાં લખવામાં આવ્યો છે. આ કંકોતરી વાંચવા માટે રસ્તા પરથી પસાર થતા લોકો રીતસર ઊભા રહે છે અને એ કંકોતરી વાંચે છે. કંકોતરીને જે રીતે રિસ્પૉન્સ મળ્યો છે એ જોઈને શહેરના અન્ય ચાર મહત્વના પૉઇન્ટ પર પણ આ પ્રકારની કંકોતરી મૂકવાનું નક્કી કર્યું છે.