ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , શુક્રવાર, 31 જુલાઈ 2015 (16:30 IST)

મતદાર યાદી લિંકઅપ થશે

આગામી ઓક્ટોબર માસમાં નજીક આવી રેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે હાલમાં આધારકાર્ડ સાથે મતદાર યાદી લિંકઅપ કરવાની કામગીરી રાજ્યના તમામ મહાનગરપાલિકા ધરાવતા શહેરોમાંં પૂરજોશમાં ચાલી રહી હતી. 

આધારકાર્ડ લિંકઅપની કામગીરીની ગતિ ધીમી પડી જતાં આજે મુખ્ય ચૂંટણી કમિશનરના નેતૃત્વમાં વીડિયો કોન્ફરન્સ યોજાશે. જેમાં રાજ્યના તમામ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર અને શહેર-જિલ્લાના તમામ મામલતદારો સાથે રિવ્યૂ ચર્ચા થશે. મતદારયાદી સાથે આધારકાર્ડ લિંકઅપ ડેટા એન્ટ્રી, ક્ષતિરહિત મતદારયાદી રિવ્યૂ કરવા ઉપરાંત લિંકઅપ હજી માંડ ૬૦ ટકાથી પણ ઓછું થયું હોવાની ટાર્ગેટ પૂરો કરી કામગીરી પૂર્ણ કરવા સૂચના અપાશે.

આધારલિંક અપની કામગીરીનો ટાર્ગેટ ૮૦ ટકા અપાયો છે. જેનાં કેટલાક શહેરોમાં આ કામગીરી ૫૦ ટકા જેટલી જ થઈ હોવાથી તમામ મામલતદાર મતદાર નોંધણી અધિકારી અને ડેપ્યુટી કલેક્ટરને ટાર્ગેટ પૂરા કરવા જણાવાયું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરજિયાત મતદાનનો કાયદો અમલી બન્યો છે ત્યારે અમદાવાદમાં ઓગસ્ટના ત્રીજા સપ્તાહથી મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાશે. એસ.ટી. પર બોર્ડ, મુખ્ય સ્થળે હોર્ડિંગ્સ, દીવાલો ઉપર સૂત્રો, મીડિયામાં પ્રચાર પ્રસાર દૂધની પહોંચ ઉપર સ્લોગન, શેરી નાટકો વગેરે દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાશે. તેના માટે બે લાયઝન અધિકારીની નિમણૂક કરાશે. એસટી ડેપો મેનેજરને નોડલ અધિકારી નીમી એસટીમાં મતદાર જાગૃતિનો પ્રચાર કરાશે.