મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 17 જુલાઈ 2014 (14:48 IST)

મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા સંચાલક રસોયા અને મદદનીશોનો પગાર માત્ર ૧ હજાર

મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા સંચાલક રસોયા અને મદદનીશો છેલ્લા ૩૦ વર્ષીય કામ કરતા હોવા છતાં તેમને માત્ર સરકાર દ્વારા મામુલી માસિક એક હજાર વેતન ચૂકવવામાં આવે છે. સામાન્ય વેતનમાં કુટુંબનું ભરણપોષણ કરવું કઠીન હોવાથી પગાર ધોરણ આપી કાયમી કરવા સહિતની જુદી જુદી પાંચ માંગણીઓ સંચાલકો દ્વારા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે તેવી માંગણીઓ સ્વીકારી રાજ્ય સરકારને તેનો અમલ કરવા જણાવ્યું હતું પરંતુ મહિનાઓ બાદ પણ તેવી માંગણીઓ પ્રત્યે રાજ્ય સરકારનો હકારાત્મક પ્રતિસાદ નહીં સાંપડતા આગામી દિવસોમાં અહિંસક આંદોલનની ચિમકી આપવામાં આવી છે.

ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહામંડળના પ્રમુખ ચંદનસિંહ વાઘેલા તેમજ મંત્રી ઈશ્વરભાઈ જોશીએ જણાવ્યું હતું કે, મધ્યાહન ભોજન યોજના ગુજરાત સરકારે તા.૧૯/૧૧/૧૯૮૪ના રોજથી અમલ કરેલ છે, આ યોજનામાં કામ કરતા સંચાલક રસોયા અને મદદનીશો છેલ્લા ૩૦ વર્ષથી નિષ્ઠાભાવે ફરજ બજાવતા હોવા છતાં તેમને મામુલી કહી શકાય તેેટલો માત્ર એક હજાર રૃપિયા વેતન ચૂકવવામાં આવે છે. મધ્યાહન ભોજન યોજનામાં વિધવા ત્યકતા અને નિરાધાર મહિલાઓ મળી ૬૦ હજાર કર્મચારીઓનો સમાવેશ થાય છે. પરંતુ તેઓને મળતા સામાન્ય વેતથી કુટુંબનું ભરણપોષણ કરવું મોંઘવારીના જમાનામાં કઠીન છે જેથી પગાર વધારા સહિતની કેટલીક માંગણીઓને લઈને અવારનવાર ગુજરાત સરકાર સમક્ષ લેખિત-મૌખિક ફરિયાદો કરવામાંઆવતી રહી હતી છતાં કોઈ નિવેડો નહીં આવતા કેન્દ્ર સરકાર સમક્ષ તત્કાલિક વડાપ્રધાન ડો.મનમોહન સિંઘ સમક્ષ રજૂઆત કરાતા તેમણે માંગણીઓ સ્વીકારી રાજ્ય સરકારને તેનો અમલ કરવા જણાવ્યું હતું, પરંતુ રાજ્ય સરકારે કોઈપણ પ્રકારની માંગણી નહીં સંતોષતા આગામી ર૭ જુલાઈ સુધીમાં તેઓની પગાર ધોરણ આપી કાયમી કરવા, એનજીઓ રદ્દ કરી છુટા થયેલા તમામ કર્મચારીઓને પુનઃ નોકરીમાં લેવા, ભવિષ્યમાં એનજીઓ દાખલ નહીં કરવા, નિવૃત વય મર્યાદા પ૮ને બદલે ૬૦ વર્ષ કરવી, સંચાલકની ભરતીમાં ૧૦૦ ટકા મહિલાઓની ભરતીની જોગવાઈમાં સુધારો કરી ૩૩ ટકા મહિલાઓની ભરતી ઉપરાંત ગેસના બાટલા જરૃરિયાત મુજબ પુરતા પ્રમાણમાં આપવા, બાટલાની તંગી વખતે બળતણની જોગવાઈ કરવી સહિતની માંગણીઓ તા.ર૭/૭ સુધીમાં નહીં સ્વીકારવામાં આવે તો તા.ર૮/૭ના ગાંધીનગર મુકામે પરિવાર સાથે મહારેલી યોજાશે અને રેલી પૂર્ણ થયા બાદ જાહેરસભા યોજી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવાશે તેવી જલદ ચિમકી આપવામાં આવી છે.