શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 26 માર્ચ 2015 (18:26 IST)

મહિલાઓ સામેના ગુનાઓમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ મોખરે

મેટ્રોસિટી ગણાતા અમદાવાદ અને સુરત શહેરમાં મહિલા વિરોધી બનાવોમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લાં બે વર્ષમાં અમદાવાદ શહેરમાં મહિલા અપહરણના ૬૧૧, બળાત્કારના ૨૧૬ અને ચેઈન સ્નેચિંગના ૪૬૨ બનાવો બન્યા હતા. જ્યારે સુરત શહેરમાં છેલ્લાં બે વર્ષમાં મહિલા અપહરણના ૩૯૫ બળાત્કારના ૧૮૬ અને ચેઈન સ્નેચિંગના ૧૧૬ બનાવો બન્યા હતા. આમ સુરત કરતા અમદાવાદ મહિલા વિરોધી ગુનાઓમાં મોખરે રહ્યું હતું.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્ર્નના લેખિત જવાબમાં મુખ્ય પ્રધાન (ગ્ાૃહ)એ જણાવ્યું હતું કે અમદાવાદમાં તા. ૧-૧-૨૦૧૩થી તા. ૩૧-૧૨-૨૦૧૩ સુધીમાં મહિલા અપહરણના ૩૫૩, બળાત્કારના ૧૧૬ અને ચેઈન સ્નેચીંગના ૩૨૯ બનાવો બન્યા હતા જ્યારે ૧-૧-૨૦૧૪થી ૩૧-૧૨-૨૦૧૪ સુધીમાં મહિલા અપહરણના ૨૫૮, બળાત્કારના ૧૦૦ અને ચેઈન સ્નેચિંગના ૧૩૩ બનાવો બન્યા હતા. જ્યારે સુરત શહેરમાં વર્ષ ૨૦૧૩માં મહિલા અપહરણના ૨૦૧, બળાત્કારના ૯૩ અને ચેઈન સ્નેચિંગના ૫૮ તથા વર્ષ ૨૦૧૪માં મહિલા અપહરણના ૧૯૪, બળાત્કારના ૯૩ અને ચેઈન સ્નેચિંગના ૫૮ બનાવો બન્યા હતા.

મુખ્ય પ્રધાન (ગૃહ)એ લેખિત જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ અને સુરતમાં મહિલા વિરોધી ગુનાઓ અટકાવવા માટે અગત્યના સ્થળોએ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. ફૂટ અને મોબાઈલ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. મહિલા હેલ્પલાઈન પણ કાર્યરત કરવામાં આવી છે.