ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 21 ફેબ્રુઆરી 2015 (15:26 IST)

માણસનાં મગજ સામે કોમ્પ્યુટરનું ય કાંઇ ના ચાલે

માણસનુ મગજ એ વિશ્વના લેટેસ્ટ સુપરકોમ્પ્યુટર કરતા ઘણુ વધારે પાવરફુલ છે તેમ મગજને વાંચી શકવાની ક્ષમતા ધરાવતા મેન્ટાલીસ્ટ રોય ઝોલ્ટસમેનનુ કહેવુ છે. 

ઝોલ્ટ્સમેન આજે એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં ચાલી રહેલા ફૂટપ્રિન્ટસના મહેમાન બન્યા હતા.તેમણે સ્ટુડન્ટસને લેક્ચર આપવાની સાથે સાથે પોતાની માઈન્ડ રિડિંગ ટેકનીક પણ બતાવીને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
પત્રકારો સાથેની વાતચીતમાં જોકે રોયે પોતાની ક્ષમતા શેને આભારી છે તે વાતનો જવાબ ટાળી દીધો હતો.રોયનુ કહેવુ હતુ કે માનવ મગજ પાસે અદભૂત ક્ષમતા છે.માણસના મગજમાં ૨૨૩ ટ્રીલીયન ન્યુરોન્સના જોડાણો છે.જે બ્રહ્માંડમાં તારાની સંખ્યા જેટલા જ કહી શકાય.માણસનુ મગજ સુપર કોમ્પ્યુટર કરતા પણ પાવરફુલ છે.કદાચ સુપર કોમ્પ્યુટર માણસ કરતા ઝડપથી ગણતરી કરી શકે છે પરંતુ મેમરી સ્ટોરેજની બાબતમાં સુપર કોમ્પ્યુટર માનવીના મગજનો મુકાબલો કરી શકે તેમ નથી.માનવીનુ મગજ સુપર કોમ્પ્યુટર કરતા પણ અનેકગણી ઝડપે પ્રોસેસિંગ પણ કરી શકે છે.

માઈન્ડ રિડિંગની સાથે સાથે બોડી લેન્ગવેજ એક્સપર્ટ ગણાતા રોય કહે છે કે હું ઈઝરાએલના એલાત નામના નાનકડા શહેરમાં જન્મ્યો હતો.આસપાસના લોકો પાસેથી જ મેં મારી ક્ષમતાઓને વિકસાવવાનુ શિખવાનુ ચાલુ કર્યુ હતુ.૧૫ વર્ષની વયે મે મારો પહેલો શો કર્યો હતો અને એ બાદ મેન્ટાલિસ્ટ તરીકેની ખ્યાતિ મળતી ગઈ હતી.

ઝોલ્ટ્સમેનનુ કહેવુ છે કે દરેક વ્યક્તિ અલગ અલગ રીતે વિચારે છે અને ક્યારેક તેમાંથી જ વિશિષ્ટ  માનસિક ક્ષમતા કેળવાઈ જતી હોય છે.
જોકે દુનિયાભરમાં જેટલા પણ જાદુગરો છે અને જેટલા પણ જાદુના શો થાય છે તેમાં હાથ ચાલાકી અને કેમેરાની ટ્રીક સીવાય કશું હોતુ નથી.