ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ, , શુક્રવાર, 31 જુલાઈ 2015 (11:51 IST)

માર્ક્સ કૌભાંડઃ ગુજરાત યુનિવર્સિટી શ્રી કમ્પ્યૂટર એજન્સી સાથેના કોન્ટ્રાકટ રદ કરશે

ગુજરાત યુનિવર્સિટીના માર્ક્સ કૌભાંડમાં એજન્સીના કર્મચારીની ચોક્કસપણે સંડોવણી હોવાનું બહાર આવતાં ગુજરાત યુનિવર્સિટી બાર વર્ષ બાદ આ એજન્સી સાથે કોન્ટ્રાકટ રદ કરશે.  માર્ક્સ કૌભાંડમાં મોહમ્મદ મોહસિન, સૈયદ સકિબસાહ અને મનસૂરી આમિર નામના વિદ્યાર્થીઓએ સેમેસ્ટર-પાંચમાં પણ પોતાની ઉત્તરવહીઓમાં ચેડાં કરી વધુ માર્ક મેળવ્યા હતા.

સીયુ શાહ સીટી કોમર્સ કોલેજ અને સરસપુર આર્ટ્સ અને કોમર્સ કોલેજનાં કુલ ત્રણ વિદ્યાર્થીઓએ એજન્સીના કર્મચારીની મદદ લઇ ડેટાએન્ટ્રી ઓપરેટર તરીકે શ્રી કમ્પ્યૂટર એજન્સીમાં નોકરી મેળવી અને માર્કશીટમાં અને ડેટા એન્ટ્રીમાં ચેડાં કર્યાં. તમામ ઘટનાક્રમમાં વાત એજન્સી ઉપર આવીને અટકતી હોવાથી ગુજરાત યુનિવર્સિટી આ એજન્સી સાથે કરાર તોડશે. ગુજરાત યુનિવર્સિટી છેલ્લાં બાર વર્ષથી આ એજન્સી સાથે ઉત્તરવહીને લગતી કામગીરી માટે કોન્ટ્રાકટ કરી રહી હતી. સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ ગુજરાત યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને કલંક લાગતાં ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ આ નિર્ણય લીધો છે. હાલ આર્ટ્સ શાખાનું દ્વિતીય સેમેસ્ટરનું પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આ પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ શ્રી કમ્પ્યૂટર એજન્સી સાથે છેડો ફાડી નાખશે.

આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ એમ.એન. પટેલે જણાવ્યું હતું કેઆર્ટ્સનું હજી એક પરિણામ આવવાનું બાકી છે. તે પરિણામ એજન્સી અમને સોંપશે તે બાદ આ એજન્સી સાથેના તમામ કોન્ટ્રાકટ રદ કરી દેવાશે.