ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 20 જાન્યુઆરી 2016 (17:03 IST)

મુખ્યમંત્રી દ્વારા રૂા.૨૦૦ કરોડના કામોનું લોકાર્પણ કરાશે

જામનગર મહાપાલિકા દ્રારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂા.૪૫ કરોડના ખર્ચે લાખોટા તળાવ બ્યુટીફીકેશનનું કામ હવે પૂર્ણ થઇ ચૂકયું છે, ગઇકાલે રણમલ તળાવના વિવિધ વિભાગોનું અધિકારીઓ અને પદાધિકારીઓ દ્રારા ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું, મુખ્યમંત્રી દ્રારા રૂા.૨૦૦ કરોડના કામોનું લોકાર્પણ કરશે. આવતીકાલે મુખ્યમંત્રીનો ભરચકક કાર્યક્રમો રાખવામાં આવ્ા છે.

રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આવતીકાલે સવારે ૧૦:૩૦ વાગ્ે પડાણા પાટીયાથી ચંગા પાટીયા સુધી તૈયાર થયેલ માર્ગનું તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્રારા તૈયાર કરવામાં આવેલ વેટરનરી હોસ્પિટલનું ઉદઘાટન કરશે. શહેરમાં બપોરે ૩ વાગ્યે એમ.પી.શાહ ઉધોગનગર ખાતે રૂા.૨૫ કરોડના ખર્ચે ૩૨૦ એલઆઇજી–વન આવાસનું લોકાર્પણ અને ૪ વાગ્ે સત્યમકોલોની પાસે એરફોર્સ ગેઇટ સામે મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત રૂા.૩૨ કરોડના ખર્ચે ૩૧૨ એલઆઇજી–ટુ આવાસનું લોકાર્પણ કરવામાં આવશે, ૪:૩૦ વાગ્યે રૂા.૨.૨૮ કરોડના ખર્ચે મહાનગરપાલિકા દ્રારા પુન: સ્થાપન કરાયેલા રક્ષીત સ્મારક ખંભાળીયા ગેઇટનું લોકાર્પણ કરવામાં આવશે, ત્યારબાદ ૪:૫૦ થી ૬:૫૦ દરમ્ાન રૂા.૪૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ રણમલ તળાવનું લોકાર્પણ કરવામાં આવશે.  આ ઉપરાંત રૂા.૯.૫૨ કરોડના ખર્ચે આઇએચએસડીપી આવાસ યોજના અંતર્ગત ૪૪૪ આવાસનું લોકાર્પણ તથા રૂા.૨૪.૬૦ કરોડના ખર્ચે જામનગર શહેરમાં ભળેલા ૧૭૦ કિ.મી. લંબાઇમાં ડીઆઇ પાઇપ લાઇન અન્વયે વોટર સપ્લાય ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના કામનું ઉદઘાટન કરાશે.

ગઇકાલે મેયર પ્રતિભાબેન કનખરા, ડે.મેયર ભરત મહેતા, સ્ટે.ચેરમેન કમલાસિંહ રાજપૂત, નેતા ધર્મરાજસિંહ જાડેજા, દંડક દિવ્યેશ અકબરી, મ્યુ.કમિશ્નર હર્ષદ પટેલ, તળાવ પ્રોજેકટના મુખ્ય ઇન્ચાર્જ અને સીટી ઇજનેર શૈલેષ જોશી, ભાવેશ જાની સહિતના અધિકારી–પદાધિકારીઓએ મ્યુઝીકલ ફાઉન્ટેન, એમ.પી. થિયેટર, લાઇટીંગ શોની મુલાકાત લીધી હતી, રણમલ તળાવનું નીરીક્ષણ કરીને આ પ્રોજેકટ આવતીકાલે ખુલ્લો મુકવામાં આવશે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. શહેરમાં તળાવના પાછલા ભાગમાં એમ.પી.થિયેટરમાં થ્રીડી એનીમેશન સાથે વોટર સ્ક્રીન પર ૧૨ મીનીટનો ડોકયુમેન્ટ્રી ફિલ્મ બતાવવામાં આવશે.

તળાવનું લોકાર્પણ થયા બાદ થોડા દિવસ કોઇપણ જાતની ફી લેવામાં આવશે નહીં, ત્યારબાદ મહાપાલિકાની સામાન્ય સભામાં જે નિર્ણય થશે ત્યારબાદ લોકો પાસેથી ફી લેવામાં આવશે. શહેરમાં અંધારૂ થાય ત્યારબાદ રણમલ તળાવમાં મ્યુઝીકલ ફાઉન્ટેન ખુલ્લું મુકવામાં આવશે, શિયાળા અને ઉનાળામાં તેનો સમય બદલતો રહેશે. સીટી ઇજનેર શૈલેષ જોશીના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં આર્ટ ગેલેરી ભુજીયો કોઠાના રિનોવેશનનું કામ કરવામાં આવશે. બાલ્કનજીબારી પાસે ફોટોસ્કોટ બનાવવામાં આવશે જેમાં લોકો ફોટો પાડી શકશે અને તેનો ફોટો ફ્રેમમાં હોય તેવું લાગશે.