શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 2 ઑક્ટોબર 2014 (17:10 IST)

મુસ્લીમો સૌથી ઝડપી પાઘડી પહેરાવી જાણે છે

નવરાત્રી પહેલાં ભાજપના કેટલાક ધારાસભ્યો અને હિન્દુ સંગઠનોએ નવરાત્રીના ગરબામાં મુસ્લીમોના પ્રવેશ પર પ્રતિબંધની ઝુંબેશ ચલાવી હતી. પરંતુ આ ઝુંબેશ સામે સુરતના ઉમિયા ધામમાં કોમી એખલાસના મોહોલ ઉભો થઈ રહ્યો છે. નવરાત્રીમાં આઠમને દિવસે સંસ્થાના સ્વયંસ્વકો અને મહેમાનોને પાઘડી (સાફા) પહેરાવવા માટે નાસિકથી મુસ્લીમ યુવાનોને બોલાવાવમાં આવે છે. સૌથી ઝડપથી પાઘડી પહેરાવવાનો લિમ્કા બુકમાં રેકર્ડ કરનારા ચાર મુસ્લીમ યુવાનો ગુરૃવારે ઉમિયા ધામ મંદિરની નવરાત્રીમાં હાજરી આપશે.

સુરત સહિત સમગ્ર દેશમાં નવરાત્રી દરમિયાન ભાજપના એક ધારાસભ્યએ કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો હતો. નવરાત્રીમાં મુસ્લીમોના પ્રવેશ પર પ્રતિબંધ રાખવાનો ફતવો કરવામાં આવ્યો હતો. પરંતુ સુરતમાં આ ફતવાની કોઈ પ્રકારની અસર જોવા મળી નથી. કોમી એખલાસ વાતાવરણમાં રહેતા સુરતીઓએ આવા તત્વોની અપીલ પર ધ્યાન ન આપીને નવરાત્રી દરમિયાન સુરતમાં કોમી એખલાસનું વાતાવરણ કર્યું હોય તેવા અનેક દાખલા છે. છેલ્લા કેટલાક વર્ષથી સુરતમાં એક મુસ્લીમ શહેરના યંગસ્ટર્સને ગરબાના સ્ટેપ શીખડાવે છે.

આ ઉપરાંત સુરતમાં જ્યાં પરંપરાતગ નવરાત્રીની ઉજવણીનો જાળવવાનો જેને શ્રેય જાય છે તેવા ઉમિયા ધામ મંદિરમાં નવરાત્રીના આઠમના દિવસે કોમી એખલાસનો માહોલ જોવા મળશે. આઠમની રાત્રીએ ઉમિયા ધામ મંદિરમાં ૩૦ હજારથી વધુ દિવડાની મહા આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ દિવસે ઉમિયા ધામના સ્વયંસેવકો અને મહેમાનોને સાફા (પાધડી) બાંધવામાં આવે છે. એક સાથે ૬૦૦થી વધુ લોકોને પાઘડી બાંધવાની હોવાથી ઝડપભેર સાફા બાંધે તેવા લોકોની પસંદગી સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
આ માટે સંસ્થા દ્વારા ખાસ નાસિકથી ઝડપભેર પાઘડી બાંધનારાને બોલાવવામાં આવે છે. નાસિકમાં રહેતા ઝાફર અને તેના ત્રણ સાથીઓ ઝડપ ભેર પાઘડી બાંધવામાં લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન ધરાવે છે. ઝાફર અને તેમની સાથેના ચાર મુસ્લીમ યુવાનો આઠમના દિવસે મહા આરતીમાં ભાગ લેતા હિન્દુ યુવાનોને પાઘડી પહેરાવે છે. આમ માતાજીની આઠમના દિવસની મહા આરતીમાં કોમી એખલાસનું વાતાવરણ સર્જાશે.