ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 16 સપ્ટેમ્બર 2014 (12:58 IST)

મોદીના ગઢવાળી અમદાવાદની મણિનગર વિધાનસભા બેઠક ઉપર પણ ભાજપનો વિજય

13 સપ્ટેમ્બરના રોજ 10 રાજ્યોમાં ત્રણ લોક સભા અને 33 વિધાનસભા બેઠકો માટે થઈ ચૂકેલા મતદાનની આજે થયેલી મત ગણતરીમાં મોદીના ગઢવાળી બન્ને બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જેમા અમદાવાદની મણિનગર વિધાનસભા બેઠક પરથી લડી રહેલા સુરેશ પટેલ વિજયી થયા છે. તેઓ 49,650 મતોની સરસાઇથી વિજયી થયા હતા. જ્યારે મોદીની ખાલી પડેલી વડોદરા લોકસભા બેઠક પર ભાજપના રંજનબહેન ભટ્ટે જીત નોંધાવી છે. રંજનબેન ભટ્ટે કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્ રાવતને હરાવી જીત મેળવી છે.

જ્યારે રાજ્યની અન્ય વિધાનસભાની બેઠકો તરફ જઇએ તો ટંકારાની બેઠક પર ભાજપનો વિજય થયો છે, કોંગ્રેસની ઉમેદવારને હરાવી આ બેઠક પરથી બાવનજી મેતલિયાએ પોતાની જીત નોંધાવી છે. નડિયાદની માતર વિધાનસભા બેઠક પર ભાજપના કેસરીસિંહ સોલંકીની 8610 વોટથી વિજયી થયા છે. માતર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ છે. આ બેઠક પર 12માં રાઉન્ડના અંતે ભાજપ 7,053 મતોતી આગળ છે. તળાજા બેઠક પર ભાજપના ઉમેદવાર શિવાભાઇ ગોહિલનો 9,176 મતોથી વિજય થયો છે. લીમખેડા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિછીયા ભૂરિયાનો વિજય થયો છે.

જ્યારે માંગરોળ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.કોંગ્રેસના બાબુભાઈ વાજાએ ભાજપના લક્ષ્મણભાઈ યાદવને હરાવ્યા છે. ડિસામાં પણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગોવાભાઇ રબારીનો વિજય થયો છે. ગોવાભાઇ રબારી 10,397 મતોથી વિજય થયા છે.