શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 4 એપ્રિલ 2014 (15:46 IST)

યુનિક યુ ઇન્ટરનેશનલ સ્કૂલ, ઇડરમાં અનોખી રીતે ગણિત શીખવાડવામાં આવે છે.

યુનિક યુ ઇન્ટરનેશનલ સ્કૂલ, ઇડર પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. કલામજીના India Vision - 2020 થી પ્રેરિત થઈ ને શરૂ થયેલ વિશિષ્ટ સ્કૂલ છે. આ સ્કૂલ ગ્રામ્ય વિસ્તારના બાળકોને શહેરના શિક્ષણની સમકક્ષ સગવડો અને અનુભવો સાથેનું ગુણવત્તાસભર શિક્ષણ પોસાય તેવી ફી માં પુરુ પાડે છે. ગણિત વિષયને ખાસ મહત્વ આપી વિવિધ પધ્ધતિઓ દ્વારા બાળકોને ગણિત ભણવામાં રસ ઉભો થાય તેવા પધ્ધતિસરના પ્રયત્નો આ સ્કૂલમાં થાય છે.
P.R

ગણિતના મોડેલ્સ દ્વારા શિક્ષણ : યુનિક યુ ઇન્ટરનેશનલ સ્કૂલ, ઇડરમાં ૫૦ જેટલા ગણિતના મોડેલ્સ વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ નિષ્ણાતોની મદદથી જાતે બનાવ્યા છે. આ મોડેલ્સ દ્વારા જે તે ગણિતના પાયાના ખ્યાલો બાળકોને સમજાવવામાં આવે છે. બાળકો પોતે વ્યક્તિગત અને સામૂહિક રીતે પસંદ કરેલ મોડેલ ઉપર પોતાનું પ્રેઝન્ટેશન આપી અન્ય વિદ્યાર્થીઓને સમજાવે છે. અહી મોડેલ દ્વારા ગણિત ના વિવિધ ખ્યાલો તો બાળકો સારી રીતે સમજે છે, પરંતુ સાથે સાથે તેમની ગણિતમાં રૂચિ વધે છે અને તેમની રજૂઆત કરવાની કલા પણ વિકસે છે.

ગણિત ઓલ્મ્પીયાડ : યુનિક-યુ ઈન્ટરનેશનલ સ્કૂલ, ઇડર ગણિતમાં પાયાના ખ્યાલો સમજાવવાની સાથે સાથે આંતરાષ્ટ્રીય સ્તરે યોજાતી ગણિતની પરીક્ષાઓની તૈયારી પણ પ્રાથમિક કક્ષાએથી કરાવે છે. આ માટે જરૂરી કોચિંગ તથા સાહિત્ય પણ સ્કૂલ તરફથી જ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓની ઝડપ અને ચોકસાઈ સાથે ગણતરી કરવાની આવડત પધ્ધતિસર રીતે વિકસાવવાના પ્રયત્નો નિયમિત રીતે થાય છે. ભવિષ્યમાં આવનારી વિવિધ પ્રકારની પ્રવેશ/સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ તૈયારી ખૂબજ ઉપયોગી છે.

અમેરિકા અને જર્મનીના શિક્ષકો દ્વારા ખાસ કોચિંગ : યુનિક યુ ઇન્ટરનેશનલ સ્કૂલ, ઇડર ગ્રામ્ય વિસ્તારના બાળકોને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા માટે જરૂરી અનુભવો અને સામર્થ્ય આપવા ખાસ પ્રયત્નો કરે છે. ગણિત જેવા વિષયમાં બાળકની રુચિ વધારવા ખાસ અમેરિકા અને જર્મનીના શિક્ષકોને શાળામાં આમંત્રિત કરવામાં આવ્યા હતા.અમેરિકાના શ્રી બોબ બોરાટ્ટાએ અવનવી રીતોથી ગણિતના વિવિધ પાયાના ખ્યાલો સમજાવ્યા હતા. તેમણે વિવિધ દેશોના સમયના તફાવતની ગણતરી કરવા ગણિતનો ઉપયોગ કેમ કરવો તેની ખૂબજ સરળ પરંતુ ઉપયોગી માહિતી આપી હતી.

P.R

ડીજીટલ ટેકનોલોજીની મદદથી ગણિતનું શિક્ષણ: યુનિક યુ ઇન્ટરનેશનલ સ્કૂલ, ઇડર ‘IT’ની મદદથી ગ્રામ્યવિસ્તારમાં શિક્ષણ સરળ અને અસરકારક બનાવવા પ્રયત્નો કરે છે. સ્કૂલમાં ત્રણ અલગ અલગ કંપનીઝના સોફ્ટવેર વિવિધ વિષયો માટે ઉપલબ્ધ છે. ગણિત માટે ભૂમિતિ તથા અન્ય ખ્યાલો સમજાવવા ડીજીટલ ટેકનોલોજીની મદદથી બાળકોને વર્ગખંડમાં વિવિધ સાધનો બતાવીને સમજાવવામાં આવે છે. આ રીતે બાળકો ચોક્કસ સાધનો જોઈને તેને સમજીને પછી જરૂરી ગણતરી સારી રીતે સમજી શકે છે.

દા.ત -બાળકોને રચના શીખવવી હોય તો ડીજીટલ ક્લાસમાં Maths - Studio tools-compass Box દ્વારા પ્રત્યક્ષ અને પદ્ધતિસર રીતે રચના બ્લેકબોર્ડની જેમ વાઈટ બોર્ડ દ્વારા શીખવવામાં આવે છે. જેમાં ત્રણ ભાષાઓ અંગ્રેજી, હિન્દી, ગુજરાતીના વિકલ્પો દ્વારા તેનું જ્ઞાન પણ બાળકોને આપવામાં આવે છે.આવી જ રીતે ગણિતના દરેક પ્રકરણને ઊંડાણપૂર્વક ડીજીટલ ક્લાસની મદદથી શીખવવામાં આવે છે.

પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ: વિવિધ પ્રવૃતિઓ દ્વારા બાળકોને રમતા રમતા ગણિતના પાયાના ખ્યાલો શીખવવામાં આવે છે. બાળકો રમતમાં ખૂબજ રૂચિ ધરાવતા હોય છે અને તે રમતો દ્વારા જ ગણિત શીખતા બાળકો આનંદ સાથે સમજણ આધારિત ગણિતના ખ્યાલો શીખે છે. ખાસ તૈયાર કરેલ વર્કશીટ દ્વારા તેમની સમજનું મૂલ્યાંકન પણ તુરંત કરવામાં આવે છે.
યુનિક યુ ઇન્ટરનેશનલ સ્કૂલ, ઇડર ડીજીટલ ટેકનોલોજી, મોડેલ્સ અને પ્રવૃતિઓની મદદ થી ગણિતના પાયાના ખ્યાલો સમજણ સાથે બાળકોને શીખવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગણિત માટે જરૂરી જ્ઞાન, કૌશલ્યો અને અભિગમ વિકસાવવાના પ્રયત્નો ૨૧મી સદીમા કોઈપણ ક્ષેત્રમા સફળ થવા ખૂબજ જરૂરી છે.

આવા પધ્ધતિસરના પ્રયત્નો જયારે ગ્રામ્ય વિસ્તારોમાં થઇ રહ્યા છે ત્યારે સ્કૂલના આ દૂરંદેશીપણા ને ખૂબ ખૂબ અભિનંદન. સાચેજ ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો તેમના પોતાના આંગણે જ આંતરરાષ્ટ્રીય સ્તરના કૌશલ્યો, અનુભવો અને સામર્થ્ય મેળવી રહ્યા છે.

આ ગ્રામ્ય સ્તરના બાળકો ભવિષ્યમાં વિશ્વ નાગરિક બની ભારતનો વિશ્વમાં જય જયકાર કરશે. અને ડૉ. કલામનું ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન પણ પૂર્ણ કરશે.