ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 11 મે 2016 (16:53 IST)

યુનિયન પબ્લિક કમિશન(યુપીએસસી)ની સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૧૫નું ફાઈનલ રીઝલ્ટ જાહેર

યુનિયન પબ્લિક કમિશન(યુપીએસસી)ની  સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૧૫નું ફાઈનલ રીઝલ્ટ જાહેર  કરી દેવાયુ છે. આ પરીક્ષામાં ૨૨ વર્ષની ટીના ડાબીએ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જ્યારે ૨૩ વર્ષીય અતહર આમિર ઉલ શફી ખાન બીજા ક્રમાંકે રહ્યો છે.

જ્યારે જસમીત સિંધુએ સમગ્ર દેશમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. મહત્વની વાત એ છે કે, ટીના ડાબીએ પ્રથમ ટ્રાયલમાં જ યુપીએસસીની પરીક્ષા ક્લિયર કરી છે અને એ પણ સમગ્ર દેશમાં ટોચના ક્રમે રહીને. જ્યારે અતહર આમિરે બીજા પ્રયત્ને આ સફળતા મેળવી છે.  જ્યારે અમદાવાદ સ્થિત સરદાર પટેલ ટ્રેનિંગ સેન્ટર (સ્પીપા)ના કુલ ૧૨ વિદ્યાર્થીઓએ યુપીએસસીની પરીક્ષા ક્લિયર કરવામાં સફળતા મેળવી છે. જેમાંથી ૭ વિદ્યાર્થીઓ ગુજરાતના હોવાનુ જાણવા મળ્યુ છે. ઉલ્લેખનીય છે કે, યુપીએસસીની મેઈન પરીક્ષા ડિસેમ્બર ૨૦૧૫માં લેવાઈ હતી. જ્યારે તેના ઈન્ટરવ્યુ  માર્ચ એપ્રિલ ૨૦૧૬ દરમિયાન લેવાયા હતા. કુલ ૧૦૭૮ ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી છે. જેમાં જનરલ કેટેગરીના ૪૯૯ ઉમેદવારો, ઓબીસી કેટેગરીના ૩૧૪ ઉમેદવારો, એસસી
કેટેગરીના ૭૬ અને એસટી કેટેગરીના ૮૯ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

* દેશના ટોપ-૧૦ વિદ્યાર્થી*

*ક્રમ     વિદ્યાર્થીનું નામ*

૧       ટીના ડાબી

૨      અતહર આમિર ઉલ શફી ખાન

૩      જસમીત સિંહ સંધુ

૪      અરિતીકા શુક્લા

૫      શશાંક ત્રિપાઠી

૬      આશિષ તિવારી

૭      શરણ્યા અરી

૮      કુંભેજકર યોગેશ વિજય

૯      કરણ સત્યાર્થી

૧૦     અનુપમ શુક્લા

 

*સફળતા મેળવનાર ગુજરાતી વિદ્યાર્થી...*

 

•   પટેલ રવિન્દ્ર ડાયાભાઈ

•   પરમાર પ્રકાશ રમેશભાઈ

•   નાથાભાઈ ભીમાભાઈ નાનાગાસ

•   રીધમ ભાડજા

•   પરમાર તેજસ
 

•   વસાવા અમીત નગીનભાઈ

•   રાઠોડ કુણાણ ચીમનભાઈ