ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: પોરબંદર , બુધવાર, 20 ઑગસ્ટ 2014 (11:54 IST)

યુવતીઓએ જીન્સ કે શોર્ટ્સ પહેરીને બહાર ન નીકળવુ - પોરબંદરમાં પોલીસની કટ્ટરપંથી જેવી સલાહ

.

મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પોલીસ હવે નૈતિકતાનો પાઠ ભણાવા લાગી છે. ગુજરાતની પોરબંદર પોલીસે એક પોસ્ટર જાહેર કર્યુ છે તેમા યુવતીઓને જીંસ ન પહેરવાની અપીલ કરવામાં આવી છે. પોલીસની આ પ્રકારની અપીલથી નવો વિવાદ છેડાયો ક હ્હે. નોંધનીય છે કે અત્યાર સુધી યુવતીઓના પહેરવેશ પર ઉત્તરપ્રદેશની ખાપ પંચાયતો અને કટ્ટરપંથીઓ જ ચર્ચામાં રહ્યા છે. જેમા અજીબ ફરમાનોને પગલે તેમની હંમેશા ટિકાઓ થઈ છે. પણ રાજ્યની પોલીસ દ્વારા આ પ્રકારની અપીલ થતા સરકારી વિભાગ પર સવાલ ઉઠ્યા છે. 
 
પોરબંદર પોલીસે જાહેર કરેલા પોસ્ટરમાં યુવતીઓને જીન્સ અને શોર્ટ્સ જેવા કપડા ન પહેરવાની સલાહ આપવામાં આવી છે. આ મામલે હેરાન કરનારી બાબત એ છે કે આ પોસ્ટર મહિલા સશક્તિકરણ અભિયાન હેઠળ તૈયાર કરાયુ છે. જેમા સ્ટાઈલિશ કપડા પહેરવાની સલાહ અપાઈ છે.  હિન્દી સમાચારપત્રએ આ અહેવાલ આપ્યો છે.