ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 24 જુલાઈ 2015 (18:04 IST)

યુવતીને ફોન કરવાના બાબતે થયેલી તકરારમાં એક યુવકની હત્યા

અમદાવાદ, અમદાવાદ જિલ્લાના ચાંગોદરમાં આવેલા મોડાસર ગામ જવાના રોડ ઉપર લોદરિયા ગામ પાસે ગઇકાલે યુવતીને ફોન કરવાના બાબતે થયેલી તકરારમાં બબાલમાં વચ્ચે પડેલા એક યુવક હત્યા કરવામાં આવી છે. ચાંગોદર પોલીસ આ મુદ્દે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરુ છે ત્યારે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.  
ઘટનાની વિગત એવી છેકે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોડાસર ગામમાં રહેતો જતીનભાઇ ખેંગારભાઇ વાણિયા ગઇકાલે રાતે બાવળામાં આવેલા ગોપાલ પાર્લર ઉપર રવિ કોળી પટેલને ઠપકો આપવા માટે ગયો હતો. જતીનભાઇને મામાની દીકરીને રવિ ફોન કરીને હેરાન પરેશાન કરતો હતો. જેમાં જતીનભાઇ અને રવિ વચ્ચે ઝપાઝપી થઇ હતી. મારમારી બાદ ફરિયાદી જતીનભાઇ અને તેના મિત્રો બાઇક લઇને બાવળાથી રવાના થઇ ગયા હતા. 

મોડાસર ગામે ફરિયાદીઓ બાઇક લઇને નીકળ્યા હતા. તે સમયે ઉશ્કેરાયેલા રવિએ તેના મિત્રો મયૂર, કિશન અને બે અજાણ્યા શખ્સો લાકડીઓ લઇને જતીન તથા તેમના મિત્રોનો પીછો કર્યો હતો. લોદરિયા ગામથી મોડાસર ગામ તરફ જવાના રોડ ઉપર રવિએ જતીનને ચાલુ બાઇક ઉપર લાકડીનો ફટકો મારવા માટે ગયો. જોકે જતીન નમી જતાં લાકડીનો ફટકો જતીનના મિત્ર મિહિર જાદવને વાગતાં તેઓ બાઇક ઉપરથી નીચે પડી ગયા હતા. રવિએ ઊતરતાંની સાથે મિહિર અને ઉરેનભાઇને લાકડીઓના ફટકા મારવાના શરૂ કરી દીધા હતા. આ ઘટનામાં ઉરેન અને મિહિરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા મિહિરનું સારવાર દરમિયાન મોત થયું હતું. ચાંગોદર પોલીસે આ મુદ્દે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપી રવિ અને તેના સાગરીતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.