ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 20 ઑક્ટોબર 2014 (14:08 IST)

રંગોળી પણ રેડીમેઇડ!, આંગણે રંગોળી કરવાનાં દિવસો ગયા?

દિવાળી એટલે રંગ અને પ્રકાશનો પર્વ આ પર્વની ઉજવણી રંગોળી અને દિવડા વિના કલ્પના જ ન થઈ શકે. પરંતુ આજના આધુનિક યુગમાં મહિલાઓ પાસે સમયનો અભાવ ગણો કે આવડતનો અભાવ દિવાળીની ઉજવણીના મુખ્ય ગણાતી રંગોળી અને દિવડા પણ હવે રેડિમેઈડ મળતાં થયાં છે. રેડિમેઈડ રંગોળી સાથે ઘીના ભીજવેલા રૃના પુમડા પણ રેડિમેઈડ મળતાં થઈ ગયાં છે.

દિવાળીના પર્વ દરમિયાન લોકોના હિન્દુઓનાઝ ઘર આંગણે કે ફ્લેટની બહાર કરોઠીથી સાથિયો પુરાયો ન હોય તેવું જોવા મળતું નથી. પરંતુ હવે મહિલાઓ પાસે સમયનો અભાવ હોવા ઉપરાંત કરોઠીથી સાથિયો પુરવાની આવડત ન હોવાના કારણે બજારમાં રેડીમેઈડ રંગોળીનો નવો ટ્રેન્ડ શરૃ થયો છે. આ પહેલાં લોકો રંગોળીના બદલે રંગોળી જેવા સ્ટીકરનું વેચાણ કરતાં હતા. પરંતુ હવે લોકો વધુ આધુનિક બની રહ્યાં છે.

પરંપરાગત રંગોળીના બદલે જમાનાની જેમ આધુનિક જમાનામાં એક્રેલીક અને કાચની જુદી જુદી ડિઝાઈન બનાવીને રંગોળીનું વેચાણ થઈ રહ્યું છે. ઘોડદોડ રોડ પર આવી રેડીમેઈડ રંગોળીનું વેચાણ કરતાં રૃપલ શાહ કહે છે, હવે બજારમાં ફ્લોટીંગ રંગોળી સાથે સેલથી લાઈટીંગ થાય તેવી રંગોળી પણ વેચાઈ રહી છે. એક્રેલીક અને ગ્લાસ પર મોતી, સ્ટોન, ક્રીસ્ટલ અને લેસ જેવી વસ્તુથી ડેકોરેશન કરવામાં આવે છે. એક એવી પણ રંગોળી વેચાઈ છે કે જે પાણી પર તરે છે.

રેડિમેઈડ રંગોળી ખરીદનાર મિતા ચોકસી કહે છે, જો કરોઠી અને રંગની મદદથી રંગોળી પુરવામાં આવે તો ત્રણથી ચાર કલાકનો સમય વીતી જાય છે. ઉપરાંત રંગોળી પુરીને થાકી ગયાં હોવાથી પરિવાર સાથે દિવાળીની ઉજવણી થઈ શકતી નથી. જેના કારણે હવે રેડીમેઈડ રંગોળી ખરીદી રહ્યાં છે. એક જ રંગોળી ખરીદી તેના જુદા જુદા આકારનો ઉપયોગ કરીને જુદી જુદી રંગોળી બનાવવામાં આવે છે.

બજારમાં ૧૫૦થી માંડીને ૭૦૦ રૃપિયા સુધીની રંગોળી બજારમાં વેચાઈ રહી છે. રંગોળી પર જેવા પ્રકારનું ડેકોરેશન એટલો ભાવ વસુલવામાં આવી રહ્યો છે. આવા પ્રકારની રંગોળીના કારણે કેટલીક મહિલાઓને ઘરે બેઠા પૈસા કમાવવાનો મોકો પણ મળી રહ્યો છે.

બજારમાં આ વર્ષે રંગોળી અને તોરણ ઉપરાંત ધીના દિવા પણ રેડીમેઈડ મળતાં થયાં છે. લોકો પાસે રૃના પુમડા બનાવીને તેમાં એક ચમચી ઘી પુરવાનો પણ સમય રહ્યો નથી. જેના કારણે બજારમાં રૃની દિવેટ પર ઘી મુકેલા દિવા પણ મળી રહ્યાં છે. શુધ્ધ ઘીના દિવાના નામે બજારમાં બેથી ત્રણ રૃપીયાની એક દિવેટનું વેચાણ થઈ રહ્યું છે. આમ આ વર્ષે દિવાળીની ઉજવણીમાં રંગોળી સાથે ઘીના દિવડા પણ રેડીમેઈડ વેચાઈ રહ્યાં છે.