શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: રાજકોટ , ગુરુવાર, 23 એપ્રિલ 2015 (17:45 IST)

રાજકોટ - પ્રેમિકાની હત્યા કોલેજના પ્રટાંગણમાં

રાજકોટમાં આજે એક પ્રેમીએ પોતાના પરથી કાબુ ગુમાવી દેતાં કોલેજમાં જ પોતાની પ્રેમિકાની છરીના ઘા મારીને નિર્મમ હત્યા કરી નાંખી. શહેરની પીડીએમ કોલેજમાં અભ્યાસ કરતી દિક્ષા આજે કોલેજમાં પરીક્ષા આપવા ગઈ ત્યારે એક તરફી પ્રેમમાં પાગલ યુવાન રાજ દરજી છરીના 15 ઘા ઝિંકીને કોલેજના કમ્પાઉન્ડમાં જ દિક્ષાને મોતને ઘાટ ઉતારીને નાસી છુટ્યો.
મળેલી માહિતી મુજબ હુડકો પાસે પુજા પાર્કમાં રહેતી દિક્ષા દિનેશભાઇ મકવાણા (ઉ.વ.૨૧) પીડીએમ માલવીયા કોલેજમાં એસ. વાય. બી. કોમ.માં અભ્યાસ કરતી હતી. કોલેજમાં હાલ પરીક્ષા ચાલુ હોવાથી દિક્ષા પોતાની નાની સાથે કોલેજમાં ગઇ હતી. ત્યારે દિક્ષા એક્ટીવા પાર્ક કરીને તેની નાની સાથે કોલેજમાં પ્રવેશ જ કરતી હતી તે દરમિયાન ત્યાં અગાઉથી જ બાકડા પર બેઠેલો રાજ ઉર્ફે રાજુ પ્રદિપભાઇ દરજી તેની પાસે આવીને ‘તે મારી જિંદગી બગાડી છે, હું આજે ખાર ખાઇ ગયો છું, આજે તને મારી નાખવી છે.' તેમ કહેતા તેની નાનીએ કહ્યું હતું કે, પરીક્ષા પુરી થાય ત્યાં સુધી મારી સાથે બેસી જા. તેવું કહેતા રાજુએ ગીતાબેનને હટી જવાનું કહી ગુપ્તી કાઢી દિક્ષાને આડેધડ ઘા ઝીંકી દિધા હતા. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. તે દરમિયાન રાજ ઉર્ફે રાજ ગુપ્તી ત્યાં 
 જ ફેંકી ભાગી ગયો હતો. ત્યાતરબાદ ગીતાબહેને પરિવારને જાણ કરતા દિક્ષાની બહેન અને બનેવી ઘટના સ્થકળે પહોંચી ગયા હતા અને દિક્ષાને તાત્કાલિક સિવિલ હોસ્પિરટલમાં ખસેડી હતી. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. 

દિક્ષાની સગાઈ ૧૫ દિવસ પહેલા જ મોરબી ખાતે રહેતા કરણ રાજેશભાઇ પરમાર સાથે થઇ હતી. ત્યારે દીક્ષાના નાનીએ કહ્યું કે, રાજ છેલ્લા ત્રણ દિવસથી  તેનો પીછો કરી રહ્યો હતો. તેથી દિક્ષાના પરિજનો કોલેજમાં તેની સાથે આવતા હતા. ઉલ્લેખનીય છે કે, બનાવના ત્રણ દિવસ પહેલા જ રાજ ઉર્ફે રાજુએ ફોન કરીને સમાધાન માટેની વાત કરતા જ દિક્ષાના બનેવી ધર્મેશભાઇ અનડકટ તેનો મંગેતર કરણ બંને આહિર ચોકમાં આવ્યા  હતા અને રાજ પણ તેના બે મિત્રો સાથે આવ્યોે હતો. ત્યાતરે ‘હું દિક્ષાને બોલાવીશ પણ નહિ' તેમ કહી સમાધાન કર્યું હતું. પણ ગમે તે બન્યું આજે રાજે દિક્ષાને પતાવી જ દેવી છે તેવું નક્કી કરી પીડીએમ કોલેજ જઇ આડેધડ ગુપ્તી ના ઘા ઝીંકી દિક્ષાનું ઢીમ ઢાળી દીધું હતું.