શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 18 સપ્ટેમ્બર 2014 (12:11 IST)

રાજયભરમાં 21 થી 25 સપ્ટેમ્બર દરમિયાન નવરાત્રી મેળાનું આયોજન

રાજય સરકારે રાખી મેલા બાદ હવે રાજયભરમાં આગામી દિવસમાં નવરાત્રી મેળા કરવાનુ આયોજન કર્યુ છે. નવરાત્રીની ચીજવસ્તુઓ વેચતી મહિલાઓને સીધુ બજાર મળી રહે તે માટે જુદા જુદા સ્ટોલ ઉભા કરવામાં આવશે અને મહિલાઓ નવરાત્રીની ચીજવસ્તુઓનુ વેચાણ કરશે.

મહિલાઓના ઉત્થાન માટેની કટિબધ્ધતા ધ્યાને લઈ મહિલા સશકિતકરણ અંગેના પ્રયત્નો વધુ વેગવાન બનાવવાના ભાગરૃપે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તા. 21 થી તા. 25 સપ્ટેમ્બર દરમિયાન રાજયભરમાં નવરાત્રી મેળાનું આયોજન કરવા આદેશ કરેલ છે. નવરાત્રી મેળામાં દિવડા, ચણીયા-ચોળી, દાંડીયા, તોરણ સહિતના સ્ટોલ રાખવામાં આવશે અને નવરાત્રીની ચીજવસ્તુ બનાવતી મહિલાઓ જ ચીજવસ્તુઓનુ વેચાણ કરશે તેથી મહિલાઓને સીધુ બજાર મળી રહેશે તેવા અભીગમથી નવરાત્રી મેળાનુ આયોજન કરવામાં આવશે.

નવરાત્રી મેળા માટે હોલ, જગ્યા, ટેબલ, ખુરશી, લાઈટ, પાણી વગેરેની વ્યવસ્થા મહાપાલિકાએ કરવાની રહેશે તેમજ શાળા, કોલેજના વિદ્યાર્થી, ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન, સમાજના વિવિધ વર્ગાે વગેરે હાજર રહે તે માટે જિલ્લા કલેકટરને જવાબદારી સોંપવામાં આવી હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.