શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 21 ઑક્ટોબર 2014 (12:43 IST)

રાજ્યની સૌથી વધુ કમાણી કરતી ભિલાડ RTO ચેકપોસ્ટની મુખ્યપ્રધાન ઓચિંતી મુલાકાત લેતા દોડધામ

ગુજરાતનાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે વલસાડ જિલ્લામાં નૅશનલ હાઇવે પર આવેલી ભિલાડની RTO ચેકપોસ્ટની ગઈ કાલે સવારે ઓચિંતી મુલાકાત લઈને જાતનિરીક્ષણ કરતાં RTO અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી.

આનંદીબહેન પટેલ કોઈ પણ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ વગર અચાનક જ આવેલાં આનંદીબહેને સફાઈ, CCTV કૅમેરા સર્વેલન્સ, વાહન યાતાયાત લેન નિયંત્રણ વગેરે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ચેકપોસ્ટ પરથી દસેક ગાડીઓનું ચેકિંગ પણ કર્યું હતું અને ડૉક્યુમેન્ટ્સ તપાસ્યા હતા. ભિલાડ ચેકપોસ્ટમાં થયેલી ગંદકી જોઈને આનંદીબહેને અધિકારીઓનો ઊધડો લીધો હતો અને સફાઈકામ માટે સૂચનાઓ આપી હતી.