શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 20 નવેમ્બર 2014 (16:58 IST)

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૪૩૯૨ લોકોને પાસા

શહેરમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. ગુનાખોરીને અટકાવવા માટે પોલીસતંત્ર દ્વારા અસરકારક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. પોલીસે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવીટી એકટ (પાસા)નો ઉપયોગ કરીને છેલ્લા પાંચ વર્ષમાં ૪૩૯૨ જેટલા માથાભારે શખ્સોની "પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. ચાલુ વર્ષે સૌથી વધારે ૧૦૪૦ લોકોને "પાસા હેઠળ પકડીને રાજ્યની વિવિધ જેલોમાં ધકેલી દેવાયા છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મિલકત સંબંધિત, હથિયાર, અનૈતિક વેપાર અને દારૂની હેરાફેરી સહિતના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુનાખોરીને અટકાવવા માટે પોલીસ દર વર્ષે અનેક માથાભારે શખસોની પાસા હેઠળ ધરપકડ કરી જેલમાં મોકલી આપે છે. વર્ષ ૨૦૧૦માં ૬૭૨, ૨૦૧૧માં ૮૯૮, ૨૦૧૨માં ૮૪૮ અને ૨૦૧૩માં ૯૩૪ લોકોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. જ્યારે ચાલુ વર્ષે લગભગ ૧૦૪૦ જેટલા અસામાજિક તત્ત્વોને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

ચાલુ વર્ષે હથિયારના કેસોમાં ૫૪, અનૈતિક વેપારના બનાવમાં ૨૮, ભયજનક શરીર સંબંધિત ગુનામાં ૧૪૨, મિલકત સંબંધિત ગુનામાં ૩૧૧, દારૂના કેસોમાં સૌથી વધારે ૩૫૯ બુટલેગરો અને ૧૪૧ જેટલી ક્રૂર વ્યક્તિ મળીને ૧૦૪૦ જેટલા માથાભારે શખ્સોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. દર વર્ષે પાસા હેઠળ માથાભારે શખસોની અટકાયત કરવા છતાં ચોરી, લૂંટ, ચેઈનસ્નેચિંગ સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. માથાભારે શખ્સો પાસા હેઠળ સજા ભોગવીને જેલમાંથી મુક્ત થયા બાદ ફરીથી ગુનાખોરી આચરે છે. જેથી આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસને આદેશ કરવામાં આવ્યા છે.