શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 19 સપ્ટેમ્બર 2016 (16:31 IST)

રીક્ષા ચાલકોમાં પેસેન્જરને મામલે થયેલા ઝગડામાં એકજ દિવસમાં ચારની હત્યા

રિક્ષાચાલકો વચ્ચે નજીવી બાબતે થયેલા ઝઘડામાં શનિવાર રાતથી રવિવાર સવાર સુધીમાં ચાર હત્યા થતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ત્રણ દિવસ અગાઉ રિક્ષાચાલકો વચ્ચે પેસેન્જર બેસેડવાની બાબતે થયેલી નજીવી તકરારમાં ખૂનની હોળી ખેલાઈ હતી. આ સમગ્ર ઘટનામાં ચારની ઘાતકી હત્યા થતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે. શનિવારો એક શખ્સની હત્યા કર્યા બાદ રવિવારે સવારે જૂનાગઢના ઝફ્ફર મેદાનમાંથી હત્યાના આરોપી તથા અન્ય એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી.  

  પોલીસ તપાસમાં બે લાશ અજય સરવૈયા અને મુકેશ સરવૈયાની હોવાનું બહાર આવ્યું હતુ અને ત્રીજી લાશ અમિત ઉર્ફે લાલો શૈલેષભાઇ પરમારની હતી.પોલીસનાં જણાવ્યા મુજબ ગઇકાલે રબારી યુવાની હત્યામાં બન્ને ભાઇની સંડોવણી હતી. મળતી માહિતી મુજબ, કિશ્નમુડુ રબારીની હત્યા બાદ ફરાર બન્ને આરોપીઓને સમાધાનના બહારે બોલાવી તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, જ્યારે અજાણ્યા શખ્સની લાશ તેમના જ મિત્રની હોવાનું મનાય છે. એસપી નિલેશ જાજડિયાએ જણાવ્યું હતુ કે, હત્યાનો ભેદ ટુંક સમયમાં ઉકેલાઇ જશે.  પોલીસનાં જણાવ્યા મુજબ ગઇકાલે રબારી યુવાની હત્યામાં બન્ને ભાઇની સંડોવણી હતી.આજે તેની લાશ મળી આવી છે. ત્રણ હત્યા અન્ય જગ્યાએ કરી લાશો ઝફર મેદાનમાં ફેંકી દીધી હોવાનું પોલીસ માની રહી છે. જોકે હજુ સુધી પોલીસે ચોક્કસ કડી મળી નથી.પરંતુ ખુનકા  બદલા ખુન જેવો ઘાટ થયો છે. જૂનાગઢ શહેરમાં એક સાથે ત્રણ-ત્રણ હત્યા થતા ચકચાર મચી ગઇ હતી.હત્યાકાંડને લઇ શહેરમાં ભારે ચર્ચા જાગી હતી. બનાવની તપાસ એલસીબી પીઆઇ બી.એમ.ચૌધરીને સોંપી છે.