શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , શુક્રવાર, 24 એપ્રિલ 2015 (15:56 IST)

લ્હો હવે ST પણ આઈટીના માર્ગેઃ ઓનલાઇન ફોર્મ

એસટી બસમાં રોજના એક કરોડ જેટલા મુસાફરો પ્રવાસ કરે છે તેમાં વિદ્યાર્થીઓ અને નોકરી કે ધંધા અર્થે દરરોજ મુસાફરી કરતા પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. તેમના માટે માસિક પાસનું ફોર્મ હવે એસટી તંત્રએ ઓનલાઈન સુવિધરૂપે મૂકી દેતાં હજારો નિયમિત પ્રવાસીઓ અને  વિદ્યાર્થીઓનો ધક્કો બચી જશે અને સાથે સમય પણ.

આ અંગે એસટી તંત્રના સચિવ એ. ડી. દેસાઈએ જણાવ્યું હતું કે એસટી વિભાગે નિયમિતપણે મુસાફરી કરતા અને માસિક પાસનો ઉપયોગ કરતા પ્રવાસીઓને એક જ પાસ માટે ફોર્મ મેળવવા અને પાસ લેવા માટે બે ધક્કા ન ખાવા પડે તે માટે ઓનલાઈન મંથલી પાસનાં ફોર્મ વિભાગની વેબસાઈટ પર મુકાયાં છે. આ તમામ પાસ હોલ્ડરને 30 દિવસના મુસાફરી પાસ માટે માત્ર 18 જ દિવસનું ભાડું વસૂલ કરે છે. જીએસઆરટીસીની વેબસાઈટ પરથી સીધું જ ફોર્મની પ્રિન્ટ આઉટ લઈને  એક જ ધક્કે પાસ મેળવી શકશે.