શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 2 ઑક્ટોબર 2015 (09:22 IST)

વરસાદની માત્રા માટે કમિટિ

ગુજરાતમાં ચોમાસા દરમ્યાન કેટલાક વિસ્તારોમાં વરસાદની માત્રા અનિયમીત રહી છે. આવા વિસ્તારોનો રીપોર્ટ અને સમીક્ષા અર્થે રાજ્ય સરકારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં પાંચ મંત્રીઓની કમીટીની રચના કરવામાં આવી છે. જેમાં મુખ્ય સચિવ સહિત વિવિધ વિભાગના 15 જેટલા અધિકારીઓનો સમાવેશ થયો છે. 
 
આ કમીટીમાં સૌરભભાઈ પટેલ, શંકર ચૌધરી, નીતિનભાઈ પટેલ અને બાબુભાઈ બોખીરીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ કમીટીમાં રાજ્યના મુખ્ય સચિવ જી.આર.અલોરીયા સહિત 15 અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
 
આ સમિતિ દ્વારા ઓછા વરસાદવાળા વિસ્તારમાં પાણીની સમસ્યા, ખેતી અને ઉભા પાક માટે પાણીની જરીયાત, પીવાના પાણીને લઈને આગામી દિવસોની જરીયાતને લઈને અહેવાલ તૈયાર કરીને કેબીનેટમાં મુકશે. જેના આધારે વિવિધ તાલુકાઓ માટે અછત અને અર્ધઅછતગ્રસ્ત વિસ્તારો પાક વિમા સહાયની જાહેરાતો કરવામાં આવશે.
 
સરકાર દેશમાં બેન્કનું માળખું વિસ્તારવાની કોશિશ કરી રહી છે તેવા સમયે નાના શહેરો અને ગામડાઓમાં સુદૃઢ માળખું ધરાવતી ગુજરાતની સહકારી બેન્કોમાં ડિપોઝિટરોની સંખ્યા નાણાંકીય વર્ષ 2014-15માં 1.15 લાખ જેટલી ઘટી ગઈ હોવાનો આશ્ચર્યજનક અહેવાલ આવ્યો છે. આ વર્ષના બજેટમાં સહકારી બેન્કોની ડિપોઝિટ પર ટીડીએસ કપાત કરવાના નવા નિયમને કારણે સહકારી બેન્કોમાં ટેક્સ બચાવવા થાપણો મૂકતા ડિપોઝિટરો બીજી બેન્કો તરફ વળ્યા હોવાનો મત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
 
કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2015-16ના બજેટમાં જો કો ઓપરેટિવ બેન્કમાં મૂકેલી ફિક્સ્ડ ડિપોઝિટ પર વાર્ષિક 10,000થી વધુની આવક થતી હોય તો તેના પર ટીડીએસ કપાત કરવાનો આદેશ કર્યો છે. હાલ સુધી સહકારી બેન્કોમાં મૂકેલી થાપણો પર ટીડીએસ કપાત કરવામાં આવતો નહતો. આ કારણે સહકારી બેન્કોમાં અનેક થાપણદારો ટેક્સ બચાવવા બિનહિસાબી નાણાં અથવા તો બ્લેક મની પણ થાપણ સ્વરૂપે મૂકતા હતા. કેન્દ્ર સરકારના નવા નિયમને કારણે આ રસ્તો બંધ થતા કો ઓપરેટિવ બેન્કોમાં થાપણ મૂકવાનું ડિપોઝિટરોનું આકર્ષણ ઘટી ગયું છે.
 
31 માર્ચ 2014ના રોજ ગુજરાતની સહકારી બેન્કોમાં ડિપોઝિટરોની સંખ્યા 92,41,597 હતી જે 31 માર્ચ 2015ના રોજ ઘટીને 91,26,414 થઈ ગઈ છે જે 1.15 લાખ ડિપોઝિટરોનો ઘટાડો સૂચવે છે. કો ઓપરેટિવ સેક્ટરના નિષ્ણાત અશોક મંકોડી જણાવે છે, સહકારી બેન્કોમાં ખાનગી અને રાષ્ટ્રીયકૃત બેન્કોની સરખામણીએ વધુ વ્યાજ મળતું હોવાને કારણે પણ અનેક ડિપોઝિટર્સ થાપણો મૂકવા સહકારી બેન્કો પર પસંદગી ઉતારતા હતા. પરંતુ હવે સહકારી બેન્કોમાં મૂકેલી થાપણો પર ટીડીએસ લાગતો હોવાથી આ વ્યાજ લગભગ રાષ્ટ્રીયકૃત કે ખાનગી બેન્કોને સમાંતર જ થઈ ગયું છેસહકારી બેન્કોના સભ્યોની સંખ્યામાં પણ એક વર્ષમાં 9334નો જ વધારો થયો છે જ્યારે સહકારી બેન્કોમાંથી ધિરાણ લેનારા બોરોઅર્સની સંખ્યા 1300 જેટલી ઘટી ગઈ છે.
 
ગુજરાતની સહકારી બેન્કોની થાપણોમાં એક વર્ષ દરમિયાન 4885 કરોડનો વધારો થયો છે પરંતુ સામી બાજુ ડિપોઝિટરની સંખ્યામાં જંગી ઘટાડો થયો છે. ગુજરાત અર્બન કો ઓપરેટિવ બેન્ક્સ ફેડરેશનના સીઈઓ આર.એન જોષી જણાવે છે, રિઝર્વ બેન્કે છેલ્લા દસ વર્ષથી ઓપરેટ ન થયા હોય તેવા ખાતાની રકમડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં જમા કરાવવા બેન્કોને આદેશ કર્યો છે. આથી આ યોજના અંતર્ગત ગુજરાતની સહકારી બેન્કોમાં જે ખાતા વર્ષોથી ઓપરેટ નથી થયા તે બંધ કરવામાં આવ્યા છે. આ કારણે પણ સહકારી બેન્કોના ડિપોઝિટરોની સંખ્યામાં ઘટાડો થવાનું નિષ્ણાતો માને છે.
 
એક બાજુ ગુજરાતની સહકારી બેન્કો કોર બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેળવવા પ્રયત્ન કરી રહી છે ત્યાં સામી બાજુ રિઝર્વ બેન્કે ખાનગી કંપ્નીઓને બેન્કનું લાયસન્સ આપીને પેમેન્ટ બેન્કો શરૂ કરવા લીલીઝંડી આપી છે. આથી ગુજરાતની સહકારી બેન્કો માટે કટોકટીભયર્િ સ્પધર્ત્મિક વાતાવરણમાં ટકી રહેવા માટે આગળ કપરા ચઢાણ છે.