શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated :અમદાવાદ, , ગુરુવાર, 23 જૂન 2016 (12:43 IST)

વિકી ગોસ્વાની અને રવિ પુજારી ભાગેડુ જાહેર

અમદાવાદ ક્રાઈમબ્રાંચે આખરે ડ્રગ્સ માફિયા વિકી ગોસ્વામી અને ખંડણીખોર રવિ પુજારીને ભાગેડુ જાહેર કર્યા છે. આ બન્ને સામે કુલ ચાર કેસોની  તપાસ કરી રહેલ અમદાવાદ ક્રાઈમબ્રાંચે બન્નેને ભાગેડુ જાહેર કરી તેમની સામે વોરન્ટ ઈસ્યુ કર્યુ છે અને આ બન્નેને ગમે ત્યાંથી ઝડપી પાડવાના ચક્રોગતિમાન કરાયા છે.

મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં ખંડણીખોર રવિપુજારી નામના શખ્સનો આતંક વધ્યો હતો. પુજારી સામે રાજ્યના અલગ-અલગ ભાગોમાં ખંડણી માંગવાની ચાર ફરીયાદ નોંધાઈ છે. આ ઉપરાંત આ ખંડણી કેસની તપાસ દરમિયાન તેમાં ડ્રગ્સ માફિયા વિકી ગોસ્વામીનું નામ પણ સામે આવ્યુ છે.

આ ઉપરાંત તેની સામે ડ્રગ્સના પણ અનેક કેસ નોંધાયેલા છે, જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ ક્રાઈમબ્રાંચે બન્ને આરોપીઓને ભાગેડુ જાહેર કરી તેમની ધરપકડ માટે વોરન્ટ ઈસ્યુ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમબ્રાંચે અન્ય એક આરોપી અંકુર પટેલને પણ વોન્ટેડ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રવિ પુજારીએ તાજેતરમાં પાલડીના એક બિલ્ડર અને અમુલના એમડી સોઢીને ખંડણી માંગતો ફોન કરી ધમકી આપી હતી.

આ મામલે અરવિંદ પટેલે આણંદ પોલીસ સ્ટેશનમાં, પરેશ પટેલે પાલડી પોલીસ સ્ટેશનમાં, રીમ્પલ પટેલે
ક્રાઈમબ્રાંચમાં અને સોઢીએ આણંદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. આ આરોપીઓને ઝડપી
પાડવા માટે અમદાવાદ ક્રાઈમબ્રાંચે જિનેવા અને આફ્રિકન દેશોની સરકારને પત્ર લખીને તેમની
વિષે માહિતી આપવા અપીલ કરી છે.