શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 26 સપ્ટેમ્બર 2016 (15:57 IST)

વિદેશથી આવતા અમદાવાદીઓને ભાડેથી મળશે SOS ડિવાઈસ

શહેરમાં દિન-પ્રતિદિન ચોરી-લૂંટફાટ અને હત્યાના બનાવ બની રહ્યા છે,  ખાસ કરીને એકલાં રહેતાં વૃદ્ધો અને મહિલાઓને ટાર્ગેટ કરાય છે. દિવાળી અને ડિસેમ્બરમાં મોટા ભાગે વિદેશમાં વસતા ગુજરાતીઓ અમદાવાદ આવતા હોય છે. આ એનઆરઆઇ ગુજરાતીઓ અસલામતીનો અનુભવ ન કરે તે માટે શહેર પોલીસ અને સોમચંદ ડોસાભાઇ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા SOS ડિવાઇસ પૂરું પાડવામાં આવશે.  એકથી ત્રણ મહિના માટે એનઆરઆઇ ગુજરાતી આ SOS ડિવાઇસ પાસપોર્ટની કોપી અને ફોટોગ્રાફ આપી સીધા એરપોર્ટ પરથી જ મેળવી શકશે. અમુક રકમ ડિપોઝિટ તરીકે જમા કરાવી નજીવું ભાડું ચૂકવી આ ડિવાઇસ કોઇ પણ એનઆરઆઇ વ્યક્તિ મેળવી શકશે. આ ડિવાઇસમાં મેડિકલ સુવિધા અને પોલીસની મદદના ઓપ્શન રાખવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે એનઆરઆઇ માટે આ ડિવાઇસ ટૂંક સમયમાં લોન્ચ કરાશે. સમગ્ર ભારતમાં આ ડિવાઇસનો ઉપયોગ કરાશે. એક બટન દબાવતાં જ પોલીસની મદદ મેળવી શકાશે. નજીકના પોલીસ સ્ટેશનમાંથી પણ આ ડિવાઇસ મેળવી શકાશે. સુરક્ષા સેતુ અંતર્ગત લોકોની સુરક્ષા માટે તેમજ સિનિયર સિટીઝનની સુરક્ષાને લઇ ‘અભયદેવ ક્વચ પ્રોજેકટ’ હેઠળ ટ્રસ્ટ સાથે પોલીસ મળી આ કામગીરી હાથ ધરશે.