શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

વિદ્યાર્થીનીઓ રહી આગળ

ધો.12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓને પાછળ રાખ્યા છે. વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓનું પરિણામ 5 ટકા વધુ આવ્યું છે. કુલ પરિણામની સાપેક્ષમાં વિદ્યાર્થીઓનું પરિણામ 71.98 ટકા પરિણામની સામે વિદ્યાર્થીનીઓનું પરિણામ 76.91 ટકા નોંધાયું છે.

ગુજરાત માધ્યમિક અને ઊચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. સામાન્ય અને વિજ્ઞાન બંને પ્રવાહમાં આ વખતે વિદ્યાર્થીનીઓએ બાજી મારી લીધી છે. સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ 91.25 ટકા રહ્યું છે જયારે વિદ્યાર્થીઓનું પરિણામ 80.91 ટકા રહ્યું છે. ટૂંકમાં વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ કરતા ખૂબ જ આગળ રહી છે.

ટોપ ટેનમાં સ્થાન મેળવનારાઓમાં પણ સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓ 10 છે જયારે ટોપટેનમાં વિદ્યાર્થીનીઓ 13 રહી છે.
આવી જ રીતે વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓએ બાજી મારી લીધી છે જયારે કુલ પરિણામમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ 76.91 ટકા રહ્યું છે જયારે વિદ્યાર્થીઓનું પરિણામ 71.98 ટકા રહ્યું છે. જોકે ટોપટેનમાં કુલ 21 પૈકી વિદ્યાર્થીનીઓની સંખ્યા 7રહી છે જયારે વિદ્યાર્થીઓની સંખ્યા 14 રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે ટોપ ટેનમાં કુલ 18 પૈકી 13 વિદ્યાર્થીઓ અને 5 વિદ્યાર્થીનીઓ હતી.

P.R