શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ, , શુક્રવાર, 27 નવેમ્બર 2015 (16:56 IST)

વિપુલ વિજોય અને અન્ય કર્મચારીઓને નિવેદન માટે બોલાવાશે

ગાંધીનગર કરાઈ એકેડેમીમાં એડિશનલ ડીજીપી વિપુલ વિજોય દ્વારા કથિત રીતે બંધક બનાવાયેલા ૧૩ પોલીસ કર્મચારીઓના મામલામાં તપાસનીશ અધિકારી ગીથા જોહરી દ્વારા વિપુલ વિજોય અને અન્ય કર્મચારીઓને નિવેદન માટે બોલાવાશે. પોલીસવડા પી. સી. ઠાકુરે આ મામલે ખાતાકીય તપાસના આદેશ કરતાં હોમગાર્ડ ડીજી એચ.પી. સિંઘ ગૃહ વિભાગને આપેલા ‌રિપોર્ટ બાદ કેસની તપાસ આઇપીએસ ઓફિસર ગીથા જોહરી તથા પી.પી. પાંડેને સોંપી છે.
ગાંધીનગર પોલીસ ભવનમાં જીસ્વાન કનેક્ટિવિટી વિભાગમાં ફરજ બજાવતા વાયરલેસ પીએસઆઈ પી. સી. સચદે અને અન્ય ૧૨ જેટલા પોલીસકર્મીઓને એડિશનલ ડીજીપી વિપુલ વિજોયે કરાઈ સ્થિત તેમના બંગલે બોલાવ્યા હતા અને ત્યાર બાદ તેઓને ક‌િથત રીતે બંધક બનાવવામાં આવ્યા હતા.

પોલીસવડા પી. સી. ઠાકુરે આ બાબતે તાત્કાલિક ગાંધીનગર રેન્જ આઈજી હસમુખ પટેલ, એટીએસ એસપી હિમાંશુ શુકલા, આઈપીએસ ટી.એસ. બિસ્ટ, કે. કે. ઓઝા અને ગાંધીનગર એસ.પી. વીરેન્દ્રસિંહ યાદવને કરાઈ એકેડેમી ખાતે મોકલ્યા હતા. આ કેસની તપાસ હોમગાર્ડના ડીજી એચ.પી. સિંઘને સોંપી હતી, જેમાં એચ.પી. સિંઘે 13 પોલીસકર્મીઓ સહિત 40 જેટલાં નિવેદનો લીધાં છે. બે-બે વખત વિપુલ વિજોયને નિવેદન માટે બોલાવતાં તેઓ હાજર ના રહેતાં તપાસનીશ અધિકીરી એચ. પી. સિંઘે ‌રિપોર્ટે  રિમાર્ક સાથે ગૃહ વિભાગમાં સબમીટ કર્યો હતો.

આ કેસની તપાસ ગૃહ વિભાગે પોલીસ હાઉ‌સિંગ કોર્પોરેશનના મેનેજિંગ ‌ડિરેક્ટર ગીથા જોહરી તથા લો એન્ડ ઓર્ડરના એ‌િડશનલ ડીજીપી પી. પી.પાંડેને સોંપી છે, જેમાં 13 પોલીસકર્મીઓનાં નિવેદનો લેવાઇ ગયાં છે ત્યારે વિપુલ વિજોય સહિત અન્ય કર્મચારીઓને પણ નિવેદન માટે બોલાવાય તેવી શક્યતાઓ છે.

આ મુદ્દે તપાસનીશ અધિકારી ગીથા જોહરીએ જણાવ્યું છે કે વિપુલ વિજોયને નિવેદન માટે બોલાવવામાં આવશે ત્યારે તેમના ઘટના સમયે હાજર તમામ કર્મચારીઓને પણ જરૂર લાગેશે તો નિવેદન લેવા માટે બોલાવવામાં આવશે.