શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 10 ઑક્ટોબર 2015 (11:17 IST)

વીવીઆઈપીની સલામતિની જાનના જોખમે નિભાવતા 575 કર્મચારીઓને હાઇરીસ્ક પે એલાઉન્સ

મુખ્યમંત્રી અને વીવીઆઈપીની સલામતિની જાનના જોખમે જવાબદારી નિભાવતા 575 કર્મચારીઓને 45 ટકા હાઈરિસ્ક પે-એલાઉન્સ આપવાનો નિર્ણય રાજયના ગૃહમંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે.
 
મુખ્યમંત્રીની સુરક્ષામાં 170 જેટલા કર્મચારીઓ યુનિટ-1માં છે બાકીના બધા એટલે કે 405 કર્મચારીઓ વીવીઆઈપી મંત્રીઓની સલામતિમાં જોડાયેલા છે. જાનના જોખમે રાઉન્ડ ધ કલોક ફરજ બજાવનાર આ કર્મચારીઓને 3000 પિયાથી લઈને 7000 પિયા સુધીનો માસિક વધારો મળવાપાત્ર બનશે. એક અંદાજ મુજબ માસિક બનતા પગારબિલમાં જે 1 કરોડ 45 લાખની આસપાસનું છે તે બે કરોડના આંકડાને આંબી જશે. લાંબા સમયથી આ મુદ્દો વિચારાધિન હતો. અગાઉ આ હાઈરિસ્ક એલાઉન્સ પાંચમા પગારપંચ મુજબ ચૂકવાતું હતું તે હવે છઠા પગારપંચ મુજબ ચૂકવવામાં આવશે.
 
પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલને મળતા પગાર 5200-20200 પર 3000 જેટલું હાઈરિસ્ક એલાઉન્સ મળશે. પીએસઆઈ, પીઆઈને 9300-34800 જેમને 5000નું રિસ્ક એલાઉન્સ મળવાપાત્ર બનશે. ડીવાયએસપીનો પગાર બેન્ડ 15600-31900ને 7000 પિયા પ્રતિમાસ વધારાનું હાઈરિસ્ક એલાઉન્સ મળવાપાત્ર બનશે.
હાલ રાજય યુનિટ-1ની સ્ટ્રેન્થ 575 કર્મચારીઓની છે તેમાંથી 512 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.
 
પોસ્ટ પગારબેન્ડ વધારો
 
એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પો.કો. 5200-20200 3000
પીએસઆઈ, પીઆઈ 9300-34800 5000
ડીવાયએસપી 15600-39100 7000
સી.એમ. સિકયોરિટીમાં - 170
અન્ય વીવીઆઈપી - 338
કુલ - 512 કર્મચારી