ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|

વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાત વિકાસ મોડેલનો પ્રભાવ છે.

P.R
મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે મુંબઈમાં ઉદ્યોગ સંચાલકો સાથે યોજેલી બેઠકમાં જણાવ્યુ હતુ કે,વિશ્વ વેપારના પ્રવેશ દ્વાર બનેલા ગુજરાતમાં સમુદ્ર-દરિયાકાંઠાને જોડતા સ્પેશ્યલ ઈનવેસ્ટમેંટ રિજિયનની શ્રેણી ભારતના અર્થતંત્રની તાસીર બદલે નાખશે. એટલુ જ નહી વિશ્વના અર્થતંત્ર ઉપર ગુજરાતનો આગવો પ્રભાવ પણ ઉભો કરશે.

ગુજરાતના એસઆઈઆર વૈશ્વિક આર્થિક પ્રવિતિઇઓ માટે એક ઐતિહાસિક અવસર બનીને આવી રહ્યો છે, ત્યારે ગુજરાતના ભાગીદાર બનવાને તક ચૂકશો નહી. એમ તેમણે જણાવ્યુ હતુ.

ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં મુખ્યમંત્રીએ આગામી વાયબ્રંટ ગુજરાત ગ્લોબલ ઈંવેસ્ટર્સ મિટ-2011માં સહભાગી બનવા દેશ-વિદેશ અને મુંબઈ સ્થિત ઉદ્યોગકારો કંપને સંચાલકોને આમંત્રણ આપતા જણાવ્યુ કે ગુજરાત હવે માત્ર રાજ્યમાં મૂડીરોકાણ માટેના અવસર તરીકે આ ગ્લોબલ સમિટ યોજી નથી રહ્યુ. પરંતુ વૈશ્વિક અર્થતંત્રે અને નોલેજ ઈકોનોમીમા ગુજરાત દેશ વિદેશના વેપાર ઉદ્યોગ માટે પાર્ટનરશીપ વિકસાવવાનો સક્ષમ પ્લેટફોર્મ બની ગયુ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યુ કે પાંચમી વાયબ્રંટ ગુજરત ગ્લોબલ ઈંવેસ્ટર્સ સમિટ એક એવી ઐતિહાસિક ઘટના બની રહ્વાની છે, જેમા દેશના અન્ય રાજ્યો પોતાના ઔધોગિક વિકાસની ભાગીદારીનુ ફલક વિક્સાવવા માટે ગુજરાતને એક પ્લેટફોર્મ બની રહેશે અને હિન્દુસ્તાની કંપનીઓને વિશ્વના પાર્ટનરશિપ માટે પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે.

દાવોસ-ઈન-એક્શન ઘોરણે ગુજરાતની આ ગ્લોબલ સમિટમાં 80થી વધારે દેશો ભાગ લેવાના છે અને જાપાન તથા કેનેડા પાર્ટનર કંટ્રી તરીકે સહભાગી થવાના છે.

મુંબઈના 500થી વધારે ઉદ્યોગ સંચાલકોએ આ બેઠકમાં ઉપસ્થિત રહી ગુજરાતના વિકાસની સફળ સિદ્ધિઓ અંગે મુખ્યમંત્રીન વિકાસ વ્યૂહને જાણવામાં જબરજસ્ત પ્રતિસાદ આપ્યો હતો.

આ ઉદ્યોગપતિઓએ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ગુજરતના વિકાસની વિશાળ સંભાવનાઓ, પ્રો એક્ટિવ ગર્વનંસ, ટ્રાંસપરંટ પોલીસી વિષયક પ્રશ્નોત્તરી પણ કરી હતી.

તમારે જો સમય સાથે કદમ મિલાવવા હોય તો ગુજરાત આવવુ જોઈએ. પણ તમારે જો સમયની આગળ રહેવુ હોય તો ગુજરાત સિવાય બીજો કોઈ ઉત્તમ વિકલ્પ જ નથી. ગુજરાત આજે પ્રગતિની અનેકવિધ પહેલ કરી રહ્યુ છે. અને સફળતાના સોપાનોને ઉંચાઈ સર કરી રહ્યુ છે. ત્યારે આવા વિકાસનું ચિંતન બીજુ કોઈ વિચારે પણ શકતુ નથી. પરંતુ એક હકીકત સ્વંય સ્પષ્ટ કરે છેકે ગુજરાત વિકાસનો જે માર્ગ આજે કંડારી રહ્યુ છે તેને આવતીકાલે દુનિયાના સૌ કોઈ અનુસરવાના છે તેમ તેમણે જણાવ્યુ હતુ .

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાતની ગિફ્ટ સિટી હિન્દુસ્તાનની નવી ફાયનાંસિયલ સર્વિસીઝ માટે નવી તાકાત પૂરી પાડશે અને વર્લ્ડ ક્લાસ હાઈટેક ફાઈનાંસિયલ સર્વિસનુ ગુજરાત હબ બનશે.