મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 1 સપ્ટેમ્બર 2014 (14:19 IST)

સતત નવ દિવસ ચાલે તેવી એકાવન ફૂટ લાંબી અગરબત્તી

જામનગરના સાર્વજનિક ગણેશ મહોત્સવમાં આ વર્ષો ગણપતિબાપ્પાને એકાવન ફૂટ લાંબી અગરબત્તી ધરવામાં આવી છે. આ મહાકાય અગરબતી ગણેશ મહોત્સવના પહેલા દિવસે પ્રગટાવવામાં આવી હતી જે સતત નવ દિવસ સુધી ખુશ્બૂ આપશે. સાર્વજનિક ગણેશ મહોત્સવ છેલ્લાં બે વર્ષથી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવે છે અને આ વખતે પણ જગતની સૌથી મોટી અગરબત્તી બનાવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પહેલા વર્ષો મહોત્સવ દરમ્યાન ૧૪૫ કિલોની ભાખરી બનાવવામાં આવી હતી તો ગયા વર્ષો ૧૧,૧૧૧ ચૂરમાના લાડુ બનાવવામાં આવ્યા હતા.

૫૧ ફૂટ ઊંચી આ અગરબત્તીનો વ્યાસ ત્રણ ફૂટનો છે. અગરબત્તી બનાવવા માટે વાંસનો બેઝ પસંદ કરવામાં આવ્યો છે તો એ બેઝ પર કોલસાની ભૂકી, ગૂગળ, ગુવારગમનો પાઉડર અને કોકમનું લેયર લગાડવામાં આવ્યો છે. તૈયાર થયેલી આ અગરબત્તી પર ગુલાબનો વરખ લગાવીને પ્રગટાવવામાં આવી હતી. વીસ કારીગરોએ છ દિવસ સતત વીસ કલાક કામ કરીને આ અગરબત્તી તૈયાર કરી હતી.