મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 21 મે 2015 (16:45 IST)

સત્ય, પ્રેમ અને ભક્તિ માટે બીજો માર્ગ પણ શોધી કાઢે એનું નામ નરેન્દ્ર મોદી

કૈલાસ-માનસરોવરનો બીજો રૂટ ખૂલતાં મોરારીબાપુએ કહ્યું કે...કૈલાસ અને માનસરોવર જવાનો એક રૂટ છે, પણ હવે એનો બીજો રૂટ પણ જૂન મહિનામાં જાહેર કરવામાં આવશે એ પ્રકારની જાહેરાત ચીનયાત્રા દરમ્યાન નરેન્દ્ર મોદીએ કરતાં રામાયણકાર મોરારીબાપુએ કહ્યું હતું કે ‘સત્ય, પ્રેમ અને ભક્તિ માટે સજાગતા સાથે બીજો માર્ગ પણ શોધી કાઢે એનું નામ નરેન્દ્ર મોદી. કૈલાસ-માનસરોવરમાં અગાઉ માનસ કૈલાસના નામે કથા કરી છે એટલે એ રૂટની જાણકારી છે, પણ બીજા રૂટની કોઈ જાણકારી નથી. એક બાવાને જ્યારે ખબર પડે કે શિવ પાસે જવાનો બીજો માર્ગ પણ ખૂલ્યો છે તો એ બાવો જેમ રાજી થાય એમ જ હું આ બીજા રૂટની વાતથી બહુ રાજી થયો છું અને હું તો ઇચ્છું કે શિવની દિશામાં લઈ જઈ શકાય એવો ત્રીજો માર્ગ પણ બહુ ઝડપથી આપણને મળે.’

કૈલાસ-માનસરોવર પર મોરારીબાપુ દ્વારા કરવામાં આવેલી માનસ કૈલાસ કથા મોરારીબાપુના જીવનમાં અનેક રીતે મહત્વપૂર્ણ રહી છે. આ કથા દરમ્યાન તેમના ભાઈનું દેહાંત થયું હતું અને મોરારીબાપુએ લાગણીની એવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ પોતાની રામકથા ચાલુ રાખી હતી.