શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ: , બુધવાર, 20 મે 2015 (17:32 IST)

સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન

અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં આવતા સાણંદ અને ધોળકા પોલીસ સ્ટેશનનું વિભાજન કરી સાણંદ જીઆઈડીસી પોલીસ  સ્ટેશન તેમજ ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. જેનું આવતી કાલે રાજ્યના ગૃહપ્રધાન રજનીકાંત પટેલના હસ્તે શુભારંભ કરાશે. ઉપરાંત ગ્રામ્ય પોલીસ હેડ કવાર્ટર, મકરબા ખાતે બનાવવામાં આવેલું પરેડ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદઘાટન કરાશે.

શહેર પોલીસની સાથે સાથે ગ્રામ્ય પોલીસ પણ વિકાસ કરી રહી છે. જેમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ઉદઘાટન આવતી કાલે ગૃહ રાજ્યપ્રધાન રજનીભાઈ પટેલ કરશે. નવનિર્મિત કરાયેલા બાવળા, સાંણદ તેમજ વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશનનું સાંજે પાંચ કલાકે લોકાર્પણ કરવામાં આવશે.

આ પોલીસ સ્ટેશનોના ઉદઘાટન અને લોકાર્પણની સાથે સાથે ગ્રામ્ય પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત બનાવાયેલી સેતુ મોબાઈલ એપ્લિકેશનની પણ શરૂઆત કરાઈ. ઉપરાંત હેડ કવાર્ટર ખાતે બનાવવામાં આવેલી ઈ લાઈબ્રેરી, સાંણદ ખાતેનો ઈગલ પ્રોજેક્ટ, પોલીસ પરિવાર ઉદ્યાન, સ્વાવલંબન કેન્દ્ર વગેરેનું ઉદઘાટન કરવામાં આવશે. ગ્રામ્ય પોલીસ સ્ટેશનોનો વિસ્તાર વધતા તેના વિભાજન કરી નવા પોલીસ સ્ટેશનો બનાવાયા છે. થોડા સમય પહેલા જ કણભા પોલીસ સ્ટેશનનું વિભાજન કરી વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે.