શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 16 મે 2016 (14:37 IST)

સીએમ આનંદીબેન મોદીને મળ્યાં અને ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતી સહિત રાજકિય ચર્ચાઓ કરી

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને આરોગ્ય પ્રધાન નિતીન પટેલ આજે દિલ્હી પ્રવાસે ગયા છે. ત્યાં તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમની મુલાકાતમાં ગુજરાતની દુષ્કાળ અને અછતની પરિસ્થિતીને લઈને અત્યાર સુધીમાં કયા એને કેવા પગલાં લેવાયા તેનાથી માહિતગાર કર્યાં હતાં.
આનંદીબહેન પટેલ સાથે મુખ્યસચિવ જી. આર. અલોરિયા સહિતના અધિકારીઓ દુષ્કાળની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત સુત્રોએ એવું પણ જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી રાજકીય અફવાઓનું બજાર ગરમ છે. બેન જાય છે. સીએમ આનંદીબહેનને પંજાબ અથવા હરિયાણાના ગવર્નર બનાવાશે. નિતિનભાઈ પટેલને સીએમ બનાવાશે. તેવી અફવાઓ સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. ત્યારે  ગુજરાતમાં હાલની રાજકિય પરિસ્થિતીને લઈને  મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પીએમ નરેન્દ્ર મોદી સાથે અલગથી મુલાકાત કરી હતી.  ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ગુજરાતમાં આવ્યા છે, અને આનંદીબહેન પટેલ નવી દિલ્હી ગયા છે. તેમજ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે બે દિવસની તમામ મુલાકાતો રદ્દ કરી દીધી છે. અને બુધવારની કેબિનેટની બેઠક પણ રદ્દ કરી હોવાનું રાજકિય સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.