મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: નવસારીઃ , શનિવાર, 6 ફેબ્રુઆરી 2016 (16:05 IST)

સીએમ નવસારી જશે

નવસારીના સુપા ગામમાં આવેલી નદીમાં એસટી બસ ખાબકતા 42 મુસાફરોના મોત થતાં અરેરાટી ફેલાઇ ગઈ છે. આ અકસ્માતમાં  25થી વધારે લોકો હાલમાં નવસારીની અલગ અલગ હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નવસારી તરફ જઈ રહેલી બસ જ્યારે પૂલ પરથી પસાર થઇ રહી હતી, ત્યારે  બાઇક ચાલકને બચાવા જતા બસ પૂર્ણા નદીમાં ખાબકતા આ દૂર્ઘટના સર્જાઇ હતી. આ અકસ્માત પછી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું. આજે મુખ્યમંત્રી નવસારી જવાના છે. તેઓ નવસારીમાં ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારની મુલાકાત લેશે અને તેમના દુઃખમાં સહભાગી થશે.

નવસારીના જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે , બસ અસ્માતમાં 25 લોકોના મોત થયા છે, જ્યારે 30 જેટલા લોકો ઘાયલ થયા છે. પંરતુ હાલમાં મૃત્યુઆંક 42 પર પહોંચી ગયો છે. આ બસમાં કુલ 62 લોકો સવાર હતા.
ઘાયલોને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાનો કોલ 108ને મળતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. નવસારીથી દસ કિલોમીટરના અંતરે આવેલા સુપા ગામે આ ઘટના બની હતી. આ ઘટના બનતા સિવિલ હૉસ્પિટલ, નવસારી, મરોલી, ગણદેવી અને બારડોલીથી એમ્બ્યુલન્સ બચાવ કામગીરી માટે મોકલી દેવામાં આવી હતી.

આ ગમખ્વાર અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે નવસારીથી વાયા બારડોલી થઈને ઉકાઈ જવા રોજીંદા ક્રમ પ્રમાણે GJ 18 Y 4743 નંબરની બસ નીકળી હતી. સાંજે 4:30 કલાકે નીકળેલી બસ 15 મિનિટ બાદ હજી પૂર્ણા નદીના બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ પૂરપાટ ઝડપે હતી. બ્રિજ પર એક બાઈકસવારને બચાવવાના પ્રયાસોમાં બસે કાબૂ ગુમાવી દીધો હતો. બસ એટલી જબરદસ્ત સ્પીડમાં હતી કે ચાલક માટે કન્ટ્રોલ કરવો મુશ્કેલ બની ગયો હતો. જોતજોતામાં બ્રિજની 20 જેટલી રેલિંગ તોડી બસ પૂર્ણા નદીમાં ખાબકતાં વાતાવરણ ચિકીયારીઓથી ગાજી ઉઠ્યું હતું.

શુક્રવારે સાંજે નવસારીમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની નોંધ દેશના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ લીધી હતી. ‘ટ્વીટર પર મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્ય દુખની લાગણી વ્યક્ત કરતાં શૉક વ્યક્ત કર્યો હતો’.