શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 28 ઑક્ટોબર 2014 (17:50 IST)

સૂતેલા માણસો ઉપર ગાયોના ઘણ દોડાવવાની પરંપરા

દાહોદ જિલ્લાના સરહદી વિસ્તારમાં અનોખી રીતે દિપાવલીની ઉજવણીની પરંપરા ચાલી આવે છે. પશ્યાતાપના ભાગરૂપે માણસો જમીન પર સૂતા રહે છે તેમના પરથી ગાયના ઘણના ઘણ દોડતા હોય તેવો જીવસટોસટીના જંગ સમાન આ તહેવારને લાહવો લેવા માટે દૂર દૂર થી આદિવાસીઓની વિશેષ હાજરી રહેતી હોય છે.

દિવાળી હોય કે હોળી દાહોદમાં આ તહેવારોની ઉજવણીની અનોખી પરંપરા છે. દિવાળીના તહેવારે સરહદી વિસ્તારના એવા ગરબાડામાં ગાય ગોહરીના નામે ઉજવણી થતી હોય છે. ગરબાડાના ગંગારડીના ગામે યોજાયેલા આ મેળામાં મેઇન બજારથી શરુ કરવામાં આવેલી ગાય ગોહરી તળે અનેક લોકો ગાયને દંડવત પ્રણામ કરીને સૂઇ ગયા હતા. તેમના પર દારૂખાના ધડાકાન અવાજના કારણે તોડતી ગાયો પસાર થતી હોય છે. જેમના પરથી ગાય ગોહરી પડી હોય તેઓની બાધા આખડીઓ પૂર્ણ થતી હોય તેવી એક પરંપરા છે.

મોટી સંખ્યામાં ગાયને સજાવીને લાવવામાં આવે છે, તેની પૂજા કરવામાં આવતી હોય છે બાદમાં દારૂખાનુ ફોડીને ગાયને તેના અવાજથી ગાયને દોડાવવામાં આવતી હોય છે. જ્યારે ગાય દોડતી હોય ત્યારે તેની નીચે અનેક લોકો સૂઇ જતા હોવા છતાં કોઇ જ વ્યક્તિ ઘાયલ થઇ હોવાના કોઇ કિસ્સા બહાર આવતાં નથી.

ગાય ગોહરીને જોવા ગરબાડા સહિત નજીકના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટતાં ગંગારડી ના બજારો લોકોથી છલકાયા હતા. જિલ્લાના ગંગારડીમાં ગાય ગોહરીનું આયોજન મોટા પાયે કરવામાં આવ્યુ હતુ. આ જિલ્લાની આ પરંપરા છે અને પ્રતિ વર્ષ આ જ રીતે નવા વર્ષના દિવસે ગાય ગોહરી પડવામાં આવે છે.

મેળામાં ભાગ લેવા આવેલા ખેડૂતના કહેવા મુજબ વર્ષ ની અંદર ગાયો સાથે ખેતી દરમ્યાન ગાયો ને સોટી કે કઈ પણ માર્યું હોય તો હાથ જોડી દંડવત કરી ગાયનાં ટોળાની નીચે સુઈ જઈ પશ્યતાપ કરતા હોય છે. તેની સાથે આવનાર વર્ષ માં સારી ખેતી પાકે તે માટે ખેડૂતો પોતાની બાધા આખડીઓ પૂર્ણ કરી હતી.